દક્ષિણ ગુજરાત

નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાઇ “બેટી બચાવો-બેટી પઢાવો” અંતર્ગત ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

જિલ્લાના સાગબારા અને દેડીયાપાડા જેવા છેવાડાના તાલુકાઓમાં રહેતા લોકોમાં પણ બાળલગ્ન અટકે તે અંગેની સાચી સમજ પુરી પાડવા શ્રી એચ.કે.વ્યાસનો અનુરોધ:

રાજપીપલા :- નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલયના સભાખંડ ખાતે “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંતર્ગત ટાસ્ક ફોર્સ કમિટીની યોજાયેલી બેઠકને સંબોધતા જણાવ્યુ હતુ કે, જિલ્લાના સાગબારા અને દેડીયાપાડા જેવા છેવાડાના તાલુકાઓમાં રહેતા લોકોમાં પણ બાળલગ્ન અટકે તે અંગેની સાચી સમજ પુરી પાડવા માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને હાલની કોરોના મહામારીને અનુલક્ષીને કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના ચૂસ્ત પાલન સાથે લોકજાગૃતિ કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મૂકાયો હતો.

“બેટી બચાવો-બેટી પઢાવો” યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીના સભ્ય સચિવશ્રી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરી, તાલુકા ટાસ્ક ફોર્સ કમિટીના સભ્ય સચિવ અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી પ્રિતેશભાઇ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મોદી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચિન શાહ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્ણાકુમારી પટેલ વગેરે જેવા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે તા. ૨૯/૦૬/૨૦૨૦ થી વર્ષ ૨૦૨૦-૨૧ નો એક્શન પ્લાન મંજુર કરવામાં આવેલ તે મુજબ મહિલા અને બાળ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, આઇસીડીએસ, સમાજ સુરક્ષા, માધ્યમિક શિક્ષણ વગેરે વિભાગો દ્વારા જુદા જુદા વિભાગો સાથે સંકલન કરી જે પ્રવૃત્તિઓ થાય છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકારના સ્ટેટીક્સ સલાહકારની માર્ગદર્શિકા મુજબ મીડિયા,આઉટરીચ અને એડવોકેસી કેમ્પેઇન પ્રવૃત્તિઓ, લોકલ ચેમ્પિયન તેમજ આઇકોનિક વ્યક્તિત્વનો ઉપયોગ સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર થાય તેની સાથોસાથ “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના LED દ્વારા સ્ક્રોલ મેસેજિંગ પાસ કરવાં,સરકારી સ્થળોએ ખાલી દિવાલો પર દિવાલ પેન્ટીંગ, પરિવહનના માધ્યમ થકી જાહેર સ્થળોએ હોર્ડિગ્સ લગાડવાની સૂચના સાથે જરૂરી માર્ગદર્શન પણ શ્રી વ્યાસે પુરું પાડ્યું હતું.

આ બેઠકમાં નર્મદા જિલ્લામાં “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંતર્ગત બાળ લગ્ન અટકાવવા, દિકરીઓની સ્ત્રીભ્રૃણ હત્યા અટકાવવા, દિકરીના જન્મને વધાવવા, દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા, મહિલા સશક્તિરણને વેગ આપવા વગેરે જેવી વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है