દેશ-વિદેશ

36મી નેશનલ ગેમ્સ સમારોહ અંતર્ગત ડાંગ જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ :

ગુજરાતમા પ્રથમવાર યોજાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમા ડાંગ જિલ્લાના 500 જેટલા રમતપ્રેમીઓ સહભાગી થશે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

36મી નેશનલ ગેમ્સમા ડાંગ જિલ્લો સહભાગી થશે:

ડાંગ,આહવા: ગુજરાતમા પ્રથમવાર યોજાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમા ડાંગ જિલ્લાના 500 જેટલા રમતપ્રેમીઓ સહભાગી થશે.

ગુજરાતના યજમાનપદે યોજાઈ રહેલી નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ, તા.૨૯મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે શ્રી નરેદ્રભાઈ મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયો છે.  જેમા ડાંગ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, રમતવીરો, રમતપ્રેમીઓ પણ સહભાગી થનાર છે.

આ કાર્યક્રમમા ડાંગ જિલ્લાના રમતવીરો અને વિદ્યાર્થીઓને 36મી નેશનલ ગેમ્સમા લઈ જવા સદર્ભે કરવાની થતી આનુશાંગિક વ્યવસ્થાઓ સંદર્ભે, ડાંગ જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજવામા આવી હતી. જેમા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ સુચારુ માર્ગદર્શન સાથે આયોજન વ્યવસ્થા બાબતે સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાથી કુલ 10 બસો મારફત 500 જેટલા વિદ્યાર્થીઓ સાથે, દરેક બસ દીઠ એક પોલીસકર્મી અને આરોગ્યકર્મીની સેવા પણ ઉપલબ્ધ કરાવવાની તૈયારી હાથ ધરવામા આવી રહી છે.

આયોજન વ્યવસ્થા અંગે મળેલી આ બેઠકમા અધિક કલેકટર શ્રી પી.એ. ગાવિત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી. જી. પટેલ, શિક્ષણ અધિકારી શ્રી એમ. સી. ભુસારા, RCHIશ્રી ડો. સંજય શાહ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરલ પટેલ, જિલ્લાની કોલેજના આચાર્યશ્રીઓ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળ પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है