
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ: દેડીયાપાડા, દિનેશ વસાવા
બીટીપી માંથી રાજીનામું આપ્યા બાદ ચૈતર વસાવા સહિત અનેક આગેવાનો સાથે આમ આદમી પાર્ટીની ગણતરીના દિવસોમાં જ પ્રથમ બેઠક દેડીયાપાડા સર્કિટ હાઉસ યોજાઈ:
થોડા દિવસો પહેલા જ BTP જોડે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ૧૪૯ દેડીયાપાડા વિધાનસભાની સીટ કબજે કરવા આમ આદમી પાર્ટી વધુ સક્રિય બની રહી છે એવું જણાય આવે છે, યુવાનો નાં જુસ્સા નેં જોતાં પરિવર્તન આવે તો નવાઈની વાત નહી..
ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતેની આ બેઠકમાં આમ આદમી પાર્ટી ડેડીયાપાડા ના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવા ના અધ્યક્ષપણા હેઠળ મળેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ગેરંટી યોજના ઓ છેવાડા અને કચડાયેલા માનવીઓ સુધી પહોંચે અને નવા જોડાયેલા કાર્યકરો નું સ્વાગત સહિત આવનારી વિધાનસભાની બેઠકની ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકા ના નવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આવનારી વિધાનસભાની ટિકિટ કયા આગેવાનના ફાળે જાય છે એ જોવાનું રહ્યું પરંતુ હાલમાં આ સીટ પર ચૈતર વસાવાનું મજબૂત ઉમેદવાર તરીકેનું નામ લોકોના મુખે ચર્ચા એ જોર પકડ્યું છે
આ બેઠકમાં ઉપસ્થિત ભરૂચ લોકસભાના પ્રભારી શાહજાદ,૧૪૯ વિધાનસભાના સંગઠન મંત્રી સામસિંગ વસાવા, વકીલ હરસિંહ વસાવા, સહિત BTP માંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કાર્યકરો ચૈતર વસાવા, માધવસિંહ વસાવા, જગદીશ વસાવા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.