દક્ષિણ ગુજરાત

તાપી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર ICDS નાં શ્રી.એ.ટી.પટેલ વયનિવૃત્તિ થતા ભાવભર્યું વિદાયમાન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ શ્રી એ.ટી.પટેલ વયનિવૃત્તિ થતા ભાવભર્યું વિદાયમાન અપાયું:

વ્યારા: આજરોજ તાપી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ શ્રી એ.ટી.પટેલ વયનિવૃત્ત થતાં સમગ્ર જિલ્લા પંચાયત સહિત આઇ.સી.ડી.એસ પરિવાર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું. મુળ મહેસાણા જિલ્લાના વતની શ્રી અનીલ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત હાલોલ ખાતેથી કરી હતી. નોકરી દરમિયાન જુદા-જુદા ૧૧ જેટલા જિલ્લાઓમાં સેવા આપ્યા બાદ આજરોજ વયનિવૃત થતા સમગ્ર આઇ.સી.ડી.એસ વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા તેઓનું જીવન નિરોગી, તંદુરસ્તવ, નિરામય, સુખ-સમૃધ્ધિર ભરેલું રહે અને આવનાર સમયમાં કુટુંબ તથા સમાજની સેવામાં જીવન વ્યાતિત કરે તેવી અનેક શુભકામનાઓ પાઠવી ભાવભર્યું વિદાયમાન આપ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપાડીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડિયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.હર્ષદ પટેલ, આઇ.સી.ડી.એસ વિભાગના તન્વીબેન, જાસ્મીનાબેન સહિત અધિકારી/કર્મચારીઓએ શુભકામનાઓ પાઠવી શ્રીફળ અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है