આરોગ્ય

તાપી જિલ્લા મહારસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રસીકરણની કામગીરીનો મહત્તમ રેકોર્ડ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા મહારસીકરણ અભિયાનમાં એક જ દિવસમાં કુલ ૨૭,૧૪૩ લાભાર્થીઓને વેક્સીનેટ કરવામાં આવ્યા: અત્યાર સુધીમાં રસીકરણની કામગીરીનો મહત્તમ રેકોર્ડ:
……………….
૧૩,૭૫૭-લોકને વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૧૩,૩૮૬ લોકોને બીજો ડોઝ અપાયો;
………………..
વ્યારા-તાપી: શુક્રવારના રોજ સમગ્ર રાજ્યમાં મહારસીકરણ અભિયાન હેઠળ મહત્તમ રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા નક્કી કરવામાં આવ્યો હ્તો. જિલ્લામાં લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ સાથે અન્ય તમામ વિભાગો દ્વારા માઇક્રોપ્લાનિંગ હાથ ધરી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રાજ્ય સરકાર મારફત વેક્સિનનો પૂરતો જથ્થો જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ફાળવણી કરી દેવામાં આવ્યો હતો.
મહારસીકરણના દિને જિલ્લામાં કુલ -૩૦૩ રસીકરણ કેન્દ્રો ઉપર તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ રસીકરણની મહાઝુંબેશમાં જાગૃત જાહેર જનતાએ ખુબ જ સારો પ્રતિસાદ આપતા જિલ્લામાં રસીકરણના આંકમાં નોંધોપાત્ર વધારો થયો છે. જેમાં ૧૩,૭૫૭-લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૧૩,૩૮૬ લોકોને બીજો ડોઝ મળી કુલ –૨૭,૧૪૩ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
કલેકટર એચ.કે. વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયાના સુદઢ આયોજન અને સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ લાયઝન અધિકારી,તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર, DPMU, RBSK, TMPHS, THV, ફાર્માસિસ્ટ, MPHS, FHS, CHO, DEOs, Male/Female હેલ્થ, તમામ આશા વર્કર તથા આંગણવાડી બહેનો મળી કુલ-૧૮૦૦થી વધુ માનવબળના સહકાર દ્વારા તાપી જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ અભિયાન દરમિયાન એક જ દિવસમાં કુલ ૨૭,૧૪૩ લાભાર્થીઓને વેક્સીનેટ કરવામાં આવ્યા છે. જે અત્યાર સુધીની કામગીરીનો મહત્તમ રેકોર્ડ દર્શાવે છે.
તાલુકા દીઠ જોઇએ તો પ્રથમ ડોઝમાં વ્યારા તાલુકામાં-૨૮૪૧, ડોલવણ-૨૧૯૫, વલોડ-૧૧૬૩, સોનગઢ-૪૬૩૫, ઉચ્છલ-૧૫૮૭, નિઝર-૬૨૨ અને કુકરમુંડા-૭૧૪ મળી કુલ- ૧૩,૭૫૭ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બીજો ડોઝમાં વ્યારા તાલુકામાં-૩૩૫૦, ડોલવણ-૧૫૯૮, વલોડ-૧૮૧૩, સોનગઢ-૩૧૪૩, ઉચ્છલ-૧૬૮૨, નિઝર-૯૭૪ અને કુકરમુંડા-૮૨૬ મળી કુલ-૧૩,૩૮૬ લોકો મળી કુલ-૨૭,૧૪૩ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય નોડલ અધિકારીઓ દ્વારા રસીકરણ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇ કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે ગામના લોકો અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરી સો ટકા વેક્સિનેશન કામગીરી કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
રસીકરણની કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખી જિલ્લાના લોકોને સુરક્ષિત કરવાના ધ્યેય સાથે કામગીરી કરતા કર્મનિષ્ઠ અધિકારી/કર્મચારીઓની સેવાકાર્ય થકી એક જ દિવસમાં રસીકરણનો મોટો આંક હાંસલ કરવા બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તાપી જિલ્લાના લોકોની એકતા અને જાગૃતતા જિલ્લાને કોરોના મુક્ત બનાવવામાં સહયોગી સાબિત થશે એમ કહીએ તો અતિશયોક્તિ ન થાય. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है