
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
‘બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર એવોર્ડ’ ની મળેલી રકમ ડાંગના વિકાસ કામો માટે અર્પણ કરતા ‘આત્મા’ નિયામક શ્રી એચ.કે.વઢવાણીયા
આહવા: ‘ગુડ ગવર્નન્સ દિન-તારીખ ૨૫મી ડિસેમ્બર’ ના દિવસે રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૧૭/૧૮ના વર્ષ માટેનો ‘બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર એવોર્ડ’ (ટ્રાયબલ કેટેગરી), ડાંગના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી અને હાલમા રાજ્યના ‘આત્મા’ નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી એચ.કે.વઢવાણીયાને મળવા પામ્યો છે.
દરમિયાન આ પારિતોષિક રૂપે સન્માન પત્ર અને ₹ ૪૦ લાખનુ વિશેષ ભંડોળ રાજ્ય સરકાર દ્વારા શ્રી એચ.કે.વઢવાણીયાને એનાયત કરાયુ હતુ. શ્રી વઢવાણીયાએ અનુદાનની આ રકમ ડાંગ જિલ્લાના વિકાસ કામો માટે ખાસ ગાંધીનગરથી આહવા પધારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, જિલ્લા કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગને અર્પણ કરી હતી.