શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ, વલસાડ રામુભાઈ માહલા
વલસાડ જીલ્લામાં વસતા એક પરિવારમાં પુત્રવધુ ના ત્રાસ થી કંટાળેલા સાસુ એ ઘર છોડ્યું: અભયમ વલસાડ ટીમે સુખદ સમાધાન કરાવ્યું.
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે અભેદ્ય કવચ બનીને રાત દિવસ ફરજ બજાવતી ૧૮૧ મહીલા હેલ્પલાઇન સેવા અનેક મહિલાઓની સુરક્ષા પુરી પાડે. ત્યારે ભગવાન અને માતા પિતા સમાન સાસુને જીવનના અથમતા દિવસોમાં ઘર છોડવાની નોબત આવે! આવીજ એક ઘટના વલસાડ જિલ્લામાં બની છે. જેમાં વહુએ ઘરને બાંધી રાખવાના બદલેતેમનાં વિધવા સાસુને ત્રાસ આપતા વયોવૃધ્ધ સાસુએ ઘર મૂકવું પડ્યું.
આ ઘટનાની સઘળી હકીકત એ છે કે વલસાડ જિલ્લામાં રહેતાં આશરે ૬૨ વર્ષના એક વૃધ્ધ વિધવા માતા પુત્ર વધુ સાથે મનમેળ ન આવતા તેમના પુત્રવધુ કાયમી માનસિક ત્રાસ આપી અને અંધશ્રદ્ધા રાખી વૃદ્ધાના ઘરમાં સમાન પણ ભાંગ ફોડ કરી ગંદી ગાળો બોલવાની વૃત્તિએ વૃદ્ધાની જાતિ જિંદગીએ અનેક કષ્ટો વેઠવા પડી રહ્યાં છે. જેથી તેઓ મજબુરવશ થઇને વલસાડ નારી અદાલતમાં અરજી આપવા માટે આવેલ. જેથી ત્યાંના સ્ટાફ તેમના વહુને ધણી વખત હાજર થવા માટે જણાવવા છતાં તેમના વહુ હાજર થતાં ન હોવાથી ૧૮૧ ટીમની મદદ માંગી હતી. જેથી વૃદ્ધ માતાને લઈ તેમના ઘરે પહોંચી તેમના વહુને વાતચીત કરી અને સમજાવવાની કોશિશ કરતાં તેઓ પહેલાં સમજવાં રાજી ન થતાં તેમને આ રીતનું વર્તન સમાજ અને કાયદાની રીતે સારું નથી. અને તેમના સાસુ ઉંમરલાયક અને પોતે વિધવા હોવાથી એકલા છે. તો તેમની સારી રીતે કાળજી રાખવાની ફરજ બને છે. અને આવી રીતે હેરાન કરવાથી સિનિયર સિટીઝન નો કાયદો અને કાયદાકીય માહિતી આપતા તેમના વહુ પોતાની ભૂલ સમજાઈ હતી. એને તેમનો પુત્ર પણ વ્યસન કરતાં હોવાથી વ્યસન ન કરવા અને પોતાની વૃદ્ધ માતાનું ધ્યાન રાખવા અંગે સલાહ સૂચન અને માર્ગદ્શન આપી. વૃદ્ધ માતાને ફરી મુશિબત માં હોય તો ૨૪×૭ ચાલતી ૧૮૧ મહીલા હેલ્પલાઇન ની મદદ લેવા માટે સલાહ આપી સમાધાન કરવામાં આવ્યું હતું.