શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા APMC ગ્રાઉન્ડ ખાતે પૂર્વ પટ્ટી વનાધિકાર ગ્રામસભા સંઘ જય આદિવાસી મહાસંઘ નર્મદા દ્વારા “આદિવાસી વન અધિકાર” સંમેલન યોજાયું;
પૂર્વ પટ્ટી વનાધિકાર ગ્રામસભા સંઘ જય આદિવાસી મહાસંઘ નર્મદા દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ;
દેડિયાપાડા ના હાટ બજારના ગ્રાઉન્ડમાં આદિવાસી વન અધિકાર સંમેલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં નર્મદા અને ભરૂચ જિલ્લા માંથી ખુબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ -બહેનોએ ભાગ લીધો હતો. આદિવાસી અધિકાર દિવસ ના આગલે દિવસે મળેલા આ સંમેલનમાં લોકોએ વન અધિકાર કાયદાના અમલની સ્થિતિ અને બાકી સવાલો વિશે વિગતે ચર્ચા કરી હતી. સભાની શરૂઆતમાં જ સૌએ ગુજરાત સરકારે વન અધિકાર કાયદાના અમલમાં નર્મદા જિલ્લા માટે પડતર તેમજ ઓછા ક્ષેત્રફળ સાથે મંજૂર થયેલા વિવાદિત દાવાઓના નિકાલ માટે જી.પી.એસ. માપણી અને સેટેલાઇટ ઇમેજરીના ઉપયોગની જે પ્રક્રિયા અપનાવી છે તે માટે ખૂશી તેમજ આભારની લાગણી વ્યક્ત કરી હતી,
આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા અને એ કારણે જ બીજા જિલ્લાઓની સરખામણીમાં નર્મદા જિલ્લામાં વધારે દાવા મંજૂર થઇ રહ્યા છે, ક્ષેત્રફળ પણ પ્રમાણમાં સારું મળી રહ્યું છે તેની પણ નોંધ લીધી હતી. પરંતુ તેની સાથે જ ઘણા પ્રશ્નો ઘણા સમયથી હજી પડતર પડી રહ્યા છે, તે વિશે વિશેષ ચર્ચા કરી હતી અને સર્વ સહમતીથી ઠરાવો પસાર કર્યા હતા. અને આ પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક જરૂરી પગલા ભરવા માટે મુખ્ય મંત્રીને સંબોધીને ડેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.