
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના સુબિર ગ્રામ પંચાયતના નાળાના કામોમાં ભ્રસ્ટાચારની રાવ:
સર૫ંચ અને તલાટી સામે ગ્રામજનોમાં ચર્ચાનું જોર કે કમમંત્રી માત્ર ભેગુ કરવાની ઘુનમાં.?
ડાંગ જિલ્લાના સુબિર તાલુકા માં ગ્રામ પંચાયત હસ્તક નવનિર્માણ પામેલ નાળાના બાંધકામમાં નિમ્ન કક્ષાના માલ મટેરિયલ ના વપરાશ કરી અને ૫ી.સી.સી. કર્યા વગર સીઘા નાળા મુકીને સુબિર સરપંચ નાં નેજા હેઠળ નાળાનું બાંધકામ કરવામાં આવ્યું છે જે માત્ર ફાળવેલ કે બચેલી ગ્રાન્ટ ની કઇ રીતે દુરૂપયોગ કરવો કે “સાપ ભી મર જાયે ઓર લાઠી ભી ન તૂટે” જેમ ની કહેવત આ વિકાસ કામમાં દ્રસ્યમાન થઈ રહ્યું છે જે આ શોભાના ગાઠિયા સમાન માત્ર રૂપિયા રોકડી કરવાં પૂરતું નાળુ જે લોકો ઉપયોગી નહીં પરંતુ ગ્રામ પંચાયત ના સત્તાધારીના ખિસ્સા માટે ઉપયોગી છે એમ સ્પષ્ટ ચિતાર થઈ રહ્યું છે, એકવાર ફરી ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે છતાં ગ્રામ પંચાયત ના પ્રતિનિધિ પોતાની ગેરરીતિ ના કામો કરવા માટે ની કુટેવ માં જ મશગુલ છે, એવું અહીંયા સ્પષ્ટ દેખાય આવે છે, એક તરફ કેન્દ્ર ની સરકાર વિકાસ ના ગીતો ગાઈ રહી છે, અને ડાંગ જીલ્લાના છેવાડાના ગામોમાં વિકાસ કામોમાં ગેરરીતિ તો સામાન્ય પ્રજા નો બેલી કોણ ? સર૫ંચ અને તલાટી કમમંત્રીની મીલીભગત થી થયેલ છેલ્લા સમયમાં તમામ કામો શોભાનાં ગાંઠિયા સમાન, માત્ર કામ બતાવી અને બીલો મંજુર કરવાવી લેવાની એની સ્પષ્ટતા કે તપાસ માં નરેગા, માર્ગ મકાન વિભાગ, જીલ્લા વિકાસ અને તાલુકા વિકાસ અધિકારી, અમલીકરણ અધિકારીઓને પણ રસ જાણતો નથી, તમામ ને માત્ર ને માત્ર પોતાની ટકાવારી માં રસ છે એમ સ્થાનિક લોકો ના મંતવ્યો દ્વારા જાણવા મળ્યું હતું,
ડાંગ જીલ્લામાં જો કોઈપણ કામ ની સંપૂર્ણપણે સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને વિકાસ કામોમાં વપરાયેલ માલ મટેરિયલ ની ગુણવત્તતાની ચકાસણી બાદ જ કામ ના બીલો મંજુર કરવામાં આવે અને આ નાળા ના કામ માં થયેલ ગોબચારી ની તપાસ થાય એમ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.