દક્ષિણ ગુજરાતરાષ્ટ્રીય

મંત્રીશ્રી. ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને સહકારી ડેરી ઉધોગનો સેમીનાર:

ડાંગ જિલ્લા મથક આહવા ખાતે સહકારી ડેરી ઉધોગનો આદિવાસી સેમીનારમાં વન અને પર્યાવરણ અને આદિજાતિ અને બાળ વિકાસ મંત્રીશ્રી રહ્યા હાજર!

રાજ્યનાં વન અને પર્યાવરણ અને આદિજાતિ અને બાળ  વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા ખાતે સહકારી ડેરી ઉધોગનો આદિવાસી સેમીનાર યોજાયો:

તા.૩૧-૭-૨૦૨૦ વલસાડ જિલ્લાના દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન ગમનભાઇએ જણાવ્ય્ં કે જંગલ અને પહાડી રસ્તાઓને નજર સમક્ષ રાખી ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં જેતે ગામોમાં રચવામાં આવનાર દુધ મંડળીઓના સવાર સાંજના દુધ સંપાદનને સમય મર્યાદામાં વસુધારા સીધેસીધુ પહોંચવું શકય ન હતું ડાંગ જિલ્લાના ગામોમાં અસ્તિત્વમાં આવનાર દુધ મંડળીઓના સવાર સાંજના દુધ પુરવઠાને ઠંડુ કરવું અને વસુધારા ડેરીમાં પહોચતું ડાંગની દુધ મંડળીઓમાં લાભાર્થી સભાસદ બહેનોને ખાટાદુધ થવાથી આર્થીક નુકસાની માંથી બચાવી શકાય ઉડાણના ગામોમાં દુધ મંડળીઓની રચના કરી વધારેમાં વધારે લાભાર્થીઓને ડેરી પ્રવૃતિનો લાભ આપી શકાય. લોકોનો વિકાસ ઝડપી અને સરળ બનાવી શકાય તેમનો સને ૨૦૦૧ માં વઘઇ ખાતે દુધ શીત કેન્દ્ર બનાવવા સરકાર હસ્તકની ફાજલ પડેલ જમીન પૈકીની જગ્યામાં એન.ડી.ડી.બી. સ્પોન્સર્ડ ઇન્ડિયન ડેરી મશીનરી કોર્પોરેશન આણંદનો પ્રોજેકટ રીર્પોટ અન્વયે રૂ.૧.૩૪ કરોડના ખર્ચે દુધશીત કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું હતુ.
ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોને શંકર વાછરડી માંથી શંકર ગાય બનાવી પશુપાલન થકીજ આર્થીક વિકાસ શકય બન્યો છે. જેથી આવી વાછરડીને શંકર ગાય બનાવી સભાસદ બહેનોએ પશુપાલન વ્યયસાયમાં તેમજ દુધના ઉત્પાદનમાં સારો એવો વધારો થયો.છે. ડાંગ જિલ્લામાં દુધાળા જાનવરોનું પાલન પોષણ કરી દુધ ઉત્પાદન મેળવવા ગામડાના ખેડુતોભાઇઓ અને બહેનો બીલકુલ અજ્ઞાત હોવાના કારણે તેઓને આ બાબતે પુરેપુરી જાણકારી આપીને માહિતગાર કરવા. અવાર નવાર મંડળીઓમાં સભાસદ બહેનોની સભાઓ શિબીરો યોજવામાં આવતી હતી. ડાંગ જિલ્લામાં પ્રાયોજના વહીવટ દ્રારા ડેરી વિકાસ અંગે આયોજન માટે જોગવાઇઓ થકી દુધ મંડળી કક્ષાએ બે-બે દિવસની સભાસદો માટે શિબીર ગોઠવવામાં આવતી હતી. જેના પરિણામે ડાંગના ડેરી વિકાસને સફળતા મળી છે.
વર્ષે ૮.૪૦.૦૦૦ કરોડ જેટલુ દુધ ભરવામાં આવે છે. ડાંગ જિલ્લો વરસાદ આધારીત ખેતી કરે છે. જેને કારણે ડેરી ઉધોગ દ્રારા અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જિલ્લામાં કાર્યરત ૧૯૭ દુધ મંડળીઓ મહિલાઓ સંચાલીત છે. જેમાં ૯૬૪૯ જેટલા લાભાર્થી સભાસદ બહેનોને સરકારશ્રીની સહાય અને વસુધારા ડેરીના સ્વાવલંબી ગ્રામીણ નારી યોજનાના ધિરાણથી શંકરગાય પુરીપાડવામાં આવેલ છે. જેના થકી ગતવર્ષે મહત્મ એક દિવસનું ૪૨૮૫૨ લીટર જેટલુ દુધ સંપાદન થયુ હતું. વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન ૧૫૪.૬૦ લાખ જેટલુ દુધ સંપાદન સામે વસુધારા ડેરીમાંથી રૂ.૪૮.૬૯ કરોડ જેટલી કિમંત ચુકવવામાં આવી હતી. માહે-જુન ૨૦૨૦ માં કુલ ૧૨૧૮૪૬૫ લીટર દુધ સંપાદન વસુધારા ડેરી માંથી તેની રુા. ૩.૬૩.૬૧.૪૮૧/- જેટલી કિમત ચુકવવામાં આવી હતી.
વન અને અદિજાતિ વિકાસ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે ડાંગના લોકો ખૂબજ નસીબદાર છે. જયાં શબરી ધામના વસવાટ છે. તેના કારણે આદિવાસીઓની ક્ષમતા ખુબજ સારી છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે સંક્રમણ ખુબજ વધી રહ્યુ છે. જયાં ડાંગ જિલ્લો એવો હતો કે સંક્રમણથી બાકાત હતો પરંતુ હાલમાં ડાંગમાં સંક્રમણનું છેલ્લા એક મહીનાથી પગ પસારો થયો છે. ડાંગમાં કોરોનાથી બચવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેવું. વારંવાર હાથ ધોવા એક મીટરનું અંતર રાખવું.તોજ આપણે ડાંગ જિલ્લાને સાવચેત રાખી શકીશુ. જેના માટે આપણે સાવચેતી રાખવાની ખુબજ જરૂરી છે. કારણકે હાલમાં રસી પણ શોધાઇ નથી. ૬૦ વર્ષથી ઉમરના તેમજ ૧૦ વર્ષથી નીચેના બાળકો માટે ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડાંગના આદિવાસી માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તેમજ માન.વડાપ્રધાનશ્રી ખુબજ ચિંતા કરી રહ્યા છે. વસુધારા શીત કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લોકડાઉન કોરોના સમય દરમ્યાન આદિવાસી પ્રજા માટે ૫૦૦૦ કરોડ રૂપિયાનું અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું ખેડુતોના ખાતામાં રૂા.૨૦૦૦ હજાર જમાં કરવામાં આવ્યા હતા. જયારે વિધવા બહેનોને સહાય પણ ચુકવવામાં આવી હતી. બી.પી.એલ. કાર્ડ ધારકોને માન.મુખ્યમંત્રીશ્રી દ્રારા ૬૮ લાખ લોકોને પોતાના ખાતામાં જમાં કરાવ્યા હતા. ભણતા વિધાર્થીઓને પોતાના ખાતામાં ૧૫૦૦ રૂપિયા જમાં કર્યા હતા. આમ આપણા આદિવાસીઓ માટે સરકાર ખુબજ ચિંતીત છે. વસુધારા ડેરી ખાતે હાલમાં ૨૦૦ જેટલી દુધ મંડળીઓ આવેલી છે. જેમાં ૯૨૫ મંડળીઓ સ્ત્રીઓ ચલાવે છે. ભાઇઓ કરતા બહેનો દુધ મંડળીઓનો સારો વહીવટ ચલાવે છે. આમ અગાઉની સરકારમાં એક પણ દુધ મંડળીઓ ન હતી જયારે આજની સરકારમાં ૧૯૭ જેટલી દુધ મંડળીઓ આવેલી છે. આનંદની વાત એ છે. કે દર વર્ષે ડાંગ જિલ્લાના આદિવાસી માટે ૯૦ કરોડ રૂપિયા આવે છે જે ડાંગના વિકાસ માટે વાપરવામાં આવે છે. હાલમાં ૩૧ જેટલા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ૭ જેટલી એક લવ્ય શાળાઓ તેમજ આદિવાસી લોકોને જંગલની જમીન અપાાવવી જેના કારણે ડાંગના વિકાસ થયો છે.
ગુજરાત સરકારે ગોલ્ડમેડલ મેળવેલ સરિતા ગાયકવાડને રૂા.૧.૫૦ કરોડ રૂપીયાનું ઇનામ આપવામાં આવ્યું છે. જયારે માન.વડાપ્રધાનશ્રી ના ૬૭માં જન્મ દિવસે ૬૭ લાખનો ચેક સુરત ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો ડાંગના વિકાસ માટે સરકાર પ્રગતિના કામો કરી રહી છે. આ સરકાર ગરીબ આદિવાસીઓની સરકાર છે.
ભુતપુર્વ ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉ ભાઇઓ દ્રારા દુધ મંડળીઓ ચાલતી હતી પરંતુ જયારે હાલના મુખ્યમંત્રીશ્રી તથા માન.વડાપ્રધાનશ્રી દ્રારા અનેક
યોજનાઓ અમલમાં મુકી છે. જેમ કે વનબંધુ કલ્યાણ યોજનાઓ દ્રારા આદિવાસી વિકાસ માટે અનેક યોજનાઓ દ્રારા ડાંગ જિલ્લાના આદિવાસીઓના વિકાસમાટે આ સરકારે અથાગ પ્રયત્નો કર્યા છે. જેના કારણે ઉમરગામથી અંબાજી પડીમાં વસતા આદિવાસીઓનો ખૂબજ વિકાસ થયો છે.

આ પ્રસંગે ભાજપ મહામંત્રી કિશોરભાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેનચૌધરી, ભાજપા પ્રમુખ બાબુરાવ ચોર્યા , માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ , વઘઇ તાલુકા પ્રમુખ સંકેતભાઇ બંગાળ, રાજુભાઇ ગામીત,રમેશભાઇ ચૌધરી, પ્રાયોજના વહીવટદાર કે.એચ. ભગોરા, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર એસ.ડી.ભોયે., તેમજ પદાધિકારીઓ ,વસુધારા ડેરીના ભાઇઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

કોમ્યુનીટી હોલ ખાતે કોટવાળીયા વસાહતને સંબોધન કરતા વન અને આદિજાતિ અને બાળ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવા
ઉ.ડાંગના વનસંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે આર્થિક રીતે તદન પછાત એવી કોટવાળીયાઓની આદિજાતિઓ છુટી છવાઇ વસ્તી ધરાવે છે. ઉ.ડાંગ કોટવાળીયા વસાહત તેમજ ચીચીનાગાવઠા ખાતે વસાહત આવેલી છે. આર્થીક રીતે પછાત એવી કોટવાળીયાઓની આ આદિજાતિ વસાહતમાંથી ટોપલા સુપડા પાટ સાદડી જેવી ચીજ વસ્તુઓ બનાવીને વેચાણ કરીને પોતાનો ગુજરાન ચલાવે છે. સરકારશ્રી દ્રારા કોટવાળીયા કુંટુંબ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ-૧૯૭૭-૭૮માં અમલમાં મુકી છે. અને તેમની મુખ્ય જરૂરીયાત રહેઠાણ માટે જમીન અને મકાન વસ્તુ સંગ્રહ માટે ગોડાઉન કામ કરવા માટે વર્કશેડ પાણી તેમજ અન્ય સુવિધાઓ અને કોટવાળીયા કુંટુંબોના બાળકો માટેની તાલીમ તેમજ સલગ્ન કિટની જરૂરીયાત મુખ્યત્વે છે જેથી કરી કોટવાળીયા સમુહ મુખ્ય આર્થીક પ્રવાહ સાથે જોડાઇ શકે અને વન વિભાગ દ્રારા અલગ અલગ તાલીમો જેવી કે દરજીકામ, સુથારીકામ,કડીયાકામ, સાપ પકડવાની તાલીમ, કોમ્યુટરની તાલીમ વાસની નવી ડીઝાઇન વાડી વસ્તુઓ બનાવવાની તાલીમ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ડ્રાઇવીંગ અંગેની તાલીમ માટે રસ ધરાવતા યુવાનોને સુવીધા પરી પાડવામાં આવશે.
વન અને આદિવાસી મંત્રીએ કોટવાળીયા સમાજના લોકોને સંબોધન કરતા જણાવ્યું હતુંકે ભુતકાળમાં કોગ્રેસની સરકાર કરતાં આજની સરકાર દ્રારા ડાંગની આદિવાસી પ્રજાનો ખૂબજ વિકાસ થયો છે. વન વિભાગ દ્રારા કોટવાળીયા સમાજના પ્રશ્નો હલ કરવા માટે હું ખાત્રી આપવામાં આવી હતી. હાલમાં ૪૦૦ જેટલા પરિવારોની વસ્તી ધરાવે છે. આદિવાસીઓના વિકાસ માટે અગાઉની સરકારમાં ૧૬૫ કરોડનું બજેટ હતું જયારે આજની સરકારમાં ૨૨ કરોડનું બજેટ છે. જે આદિવાસીઓના વિકાસશીલ કામ માટે વપરાય છે. આમ ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજમાં ગરીબ જ્ઞાતિના લોકો પણ છે. ૧૪ જિલ્લામાં સર્વે કર્યા મુજબ હાલમાં ૨૩ હજાર કોટવાળીયા તેમજ અન્ય લોકોની વસ્તી ધરાવે છે. કોટવાળીયા સમાજના વિધાર્થીઓ માટે કોઇ ટકાવારીની જરૂર નથી ગમે તે સમયે તેમને એડમીશન પુરૂ પડવા માટે સરકાર કટીબધ્ધ છે. દક્ષિણ ડાંગમાં કુલ ૪ જગ્યાએ વસાહતો આવેલી છે. વઘઇ ખાતે ૧૨૯ કુટુંબો, ચીચીનગાવઠા ખાતે ૧૨૦ કુંટુંબો, કુગરડાખાતે ૮૦ કુંટુંબો, તેમજ આહવા ખાતે ૬૦ કુંટુંબો મળીને કુલ-૩૮૯ કુંટુંબો હાલમાં વસવાટ કરે છે. આ તમામની માંગણીઓ પુરી કરવા ખાત્રી આપુ છું .
આ પ્રસંગે દક્ષિણ ડાંગના દિનેશ રબારી પ્રાયોજના વહીવટદાર કે.એચ. ભગોરા,મહા મંત્રી કિશોરભાઇ ,જિલ્લા પ્રમુખ બીબીબેન ચૌધરી ,કોટવાળીયા સમાજના આગેવાનો, તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है