
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા
પ્રખર રાષ્ટ્રવાદી, એકાત્મ માનવવાદ તેમજ અંત્યોદયના પ્રણેતા, મહાન વિચારક તથા પથદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે વઘઇ મુકામે માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા મહામંત્રી કિશોરભાઈ ગાવીત, મંડળ પ્રમુખ દિનેશભાઇ ભોયે, મંડળ મહામંત્રી રોહિતભાઈ સુરતી, વઘઇ તાલુકાના પ્રમુખ સંકેતભાઈ બંગાળ, ધર્મેશભાઈ પટેલ, સુભાષભાઈ ગાઇન, મંગલેશભાઈ ભોયેની ઉપસ્થિતમાં સંમેલન યોજાયું તથા ઇ-બુક લોન્ચિંગ કરવામાં આવ્યું.પંડિત દીનદયાલ ઉપાદ્યાય (૨૫ સપ્ટેમ્બર ૧૯૧૬ – ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮) એ એક ભારતીય વિચારક, સમાજ સેવક અને રાજકારણી હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી ની પિતૃ સંસ્થા ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.તેમનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. તેઓ લખનૌથી પટના પ્રવાસ કરતા હતા અને ત્યારે તેમનું કતલ કરવામાં આવ્યું. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૮ના તેમનો મૃતદેહ મુગલસરાઈના રેલ્વેયાર્ડમાં મળી આવ્યો હતો.
ઉપાધ્યાયે અભિન્ન માનવતાવાદની સંકલ્પના વિચારી હતી. અભિન્ન માનવતાવાદ દરેક વ્યક્તિના શરીરિક, માનસિક અને આત્મિક એ ત્રણેના અભિન્ન વિકાસનો વિચાર કરે છે. આ સંકલ્પના ભૌતિક અને આત્મીક, એકલ અને સામૂહિક વિકાસના વિચારનો સમન્વય કરે છે. તેમણે ભારત માટે ગ્રામ્ય આધારિત વિકેંદ્રીય અને સ્વાવલંબી અર્થવ્યસ્થાની કલ્પના કરી હતી.
દીન દયાલ ઉપાધ્યાયનો મત હતો કે એક સ્વતંત્ર દેશ તરીકે ભારત પશ્ચિમી વ્યવસ્થાઓ જેમ કે એકવાદ, લોકશાહી, સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ પર આધાર રાખી શકે નહિ અને સ્વાતંત્ર્યોત્તર ભારતીય રાજનીતિ તે આધારવિહીન વ્યવસ્થા તરફ વળી રહી હતી. આ કારણે પારંપારિક ભારતીય મૂલ્યોનાશ પામતા હતા. તેઓ મનતા કે પશ્ચિમિ વિચારસરણી નીચે ભારતીય વૈચારિક શક્તિ ગૂંગળાઈ છે. જેને કારણે મૂળ ભારતીય વિચારધારા ખીલી નથી. તેઓ કહેતા કે ભારતને તાજી વૈચારિક હવાની સખત જરૂર છે.