આરોગ્ય

ગારદા ગામે આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળામાં “રાષ્ટ્રીય કૃમિ નાશક દિન”ની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ

ગારદા ગામે આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળામાં “રાષ્ટ્રીય કૃમિ નાશક દિન”ની ઉજવણી કરાઇ;

            એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં તમામ લોકોને આરોગ્ય સુવિધાની પૂરતી ઉપલબ્ધિ થાય અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પણ પુરતા પ્રમાણમાં લોકોને લાભ મળી રહે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ સમયાંતરે ખાસ ઝૂંબેશ અથવા ખાસ દિવસોની ઉજવણી પણ કરવામાં આવે છે. પ્રતિવર્ષ તારીખ ૧૦ મીથી ૧૭ ફેબ્રુઆરી -૨૦૨૩ને “રાષ્ટ્રીય કૃમિ નાશક દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે.

            ડેડીયાપાડા તાલુકા ના ગારદા ગામે આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળા ખાતે “રાષ્ટ્રીય કૃમિ નાશક દિન”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ૧ વર્ષથી ૫ વર્ષના બાળકોને ક્રુમીની દવા આંગણવાડી કેન્દ્રો પર ખવડાવવામાં આવી હતી, તેમજ ૬ વર્ષથી ૧૯ વર્ષના બાળકોને ક્રુમીની દવા પ્રાથમિક શાળા માં ખવડાવવામાં આવી હતી. તેમજ શાળાએ ન જતા અને નોંધાયેલા ન હોય તેવા બાળકોને પણ આંગણવાડી કેન્દ્રો પર આ દવા આપવામાં આવી હતી. 

                આલ્બેન્ડાઝોલ ચાવવાની દવા બાળકો માટે સુરક્ષીત દવા છે. આ દવા આંગણવાડી અને શાળામાં આરોગ્ય કર્મચારી અને શિક્ષકોના નિરીક્ષણ હેઠળ આપવામાં આવી હતી.

કૃમીના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ હાનિકારક અસર થાય છે. જેવી કે લોહીની ઉણપ, પાંડુરોગ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, વજન ઓછુ થવુ જેવા લક્ષણો જોવા મળે છે.
આલ્બેન્ડાઝોલ દવા લેવાથી બાળકોમાં જોવા મળતી લોહીની ઉણપમાં અને પોષણ સ્તરમાં સુધારો થાય છે. કૃમિની દવા લેવાથી બાળકોની ગ્રહણશક્તિમા સુધારો થાય છે. વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જન સમુદાયને પણ લાભ થાય છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है