બિઝનેસ

મિશન મંગલમ યોજનાના સખી મંડળના ‘કેન્ટીન’ નો કરાયો શુભારંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

મિશન મંગલમ યોજનાના સખી મંડળના ‘કેન્ટીન’ નો કરાયો શુભારંભ :

અન્ય સખી મંડળોને પ્રેરણા મેળવી ‘આત્મનિર્ભર’ બનવાની અપીલ કરતા નિયામક શ્રી ડી.એન.ચૌધરી :

ડાંગ, આહવા : મહિલા સશક્તિકરણના ભાગરૂપે ડાંગ જિલ્લાની ગ્રામીણ નારીઓના રચાયેલા ‘સખી મંડળો’ ને આર્થિક પ્રવૃતિઓ તરફ વાળીને, તેમને ‘આત્મનિર્ભર’ બનાવવાનું અનોખુ અભિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયુ છે.

મહિલા સશક્તિકરણની આ શ્રૃંખલામા વધુ એક સખી મંડળે ‘આત્મનિર્ભર’ બનતા એક નવુ કેન્ટીન, ભોજનાલ શરૂ કરીને સ્વયં પગપર થવા સાથે અન્યોને રોજગારી આપવાનું બિડુ પણ ઝડપ્યુ છે.

વાત છે, આહવાના ‘જય જલારામ સખી મંડળ’ ની, કે જેણે આહવાના ડાંગ સેવા મંડળ ખાતે ‘નાહરી’ રેસ્ટોરન્ટ શરૂ કરીને ફરી એકવાર તેની ક્ષમતા પુરવાર કરી છે.

 સને ૨૦૧૬ના વર્ષમા ડાંગ જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘મિશન મંગલમ’ યોજના હેઠળ રચાયેલા આ સખી મંડળને શરૂઆતમા જ રૂપિયા પાંચ હજારનુ રિવોલવિંગ ફંડ સરકાર દ્વારા અપાયુ હતુ. ત્યારબાદ તેમને વિવિધ ધંધા રોજગાર જેવી અર્થ ઉપાર્જનની પ્રવૃતિ માટે બીજી રૂ.૭ લાખનુ ફંડ ફાળવાયુ હતુ. જેનાથી આ સખી મંડળે ‘કેન્ટીન’ ની શરૂઆત કરી હતી. સખી મંડળની બહેનોની મહેનત, આવડત તથા હિંમતને ધ્યાને લેતા તેમના પ્રયાસોને વધુ પ્રોત્સાહિત કરતા, તાજેતરમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી દ્વારા આ મંડળના બીજા ‘કેન્ટીન’ નો પણ શુભારંભ કરાવાયો હતો.

ઘર આંગણે જ આર્થિક ઉપાર્જન કરવાની તક પૂરી પાડતા ‘મિશન મંગલમ’ યોજનાના આ ‘સખી મંડળ’ ની પ્રવૃતિઓ વધુ વિસ્તરે, અને સ્થાનિક ગ્રામીણ નારીઓ ઘરઆંગણે જ રોજગારી મેળવી ‘આત્મનિર્ભર’ બને તેવી શુભકામના પાઠવતા નિયામક શ્રી ડી.એન.ચૌધરીએ જિલ્લાના અન્ય સખી મંડળને પણ અહીથી પ્રેરણા લેવાની, અને પગભર બનવાની અપીલ કરી છે.

 ‘કેન્ટીન’ ઓપનિંગ વેળા આહવાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી રતિલાલ ચૌધરી તથા પેન્શનર્સ મંડળના પ્રમુખ શ્રી દેવરામ પાટીલ સહિતના નગરજનોએ ઉપસ્થિત રહી સખી મંડળની પ્રવૃતિઓને બિરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है