
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ, તાપી જીલ્લા માઈનોરીટી વિભાગના પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર યાકુબભાઇ ગામીતની નિયુક્તિ કરવામાં આવી:
તાપી: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ ભારત ભરમાં હજારો સામાજિક કાર્યકરોની ટીમ દ્વારા લોકોને પોતાના હક મળી રહે અને માનવ અધિકાર હનન વખતે અનેક પ્રકારે મદદ કરીને સમાજમાં પોતાના અધિકારો વિષે લોકોને જાગૃત કરવાનું કામ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કૌન્સિલના સંસ્થાપક ડો. સની શાહનાં નેતૃત્વમાં દેશભરમાં અને ગુજરાત રાજ્ય બોર્ડ પ્રમુખ સુનીલકુમાર ગામીત અને રાજ્ય, ઝોન, જીલ્લા, તાલુકા બોર્ડના કાર્યકરોના સહયોગ અને માર્ગદર્શન દ્વારા માનવ જાગૃતિનાં કામો કરી રહ્યા છે,
આજરોજ તાપી જીલ્લામાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કૌન્સિલના સંસ્થાપક ડો. સની શાહ સાહેબ અને સુનીલકુમાર ગામીતના અને રાજ્ય પ્રમુખ વસનજીભાઈ ( માઈનોરીટી વિભાગ) અને તાપી જીલ્લા કાર્યકારી પ્રમુખ કીર્તનકુમારના સંયુક્ત પરામર્શ દ્વારા તાપી જિલ્લાનાં નિશાણા ગામનાં યુવા અગ્રણી, સામાજિક કાર્યકર યાકુબભાઇ ગામીતની નિયુક્તિ માનવ અધિકાર સમિતિ, તાપી જીલ્લા માઈનોરીટી વિભાગના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કૌન્સિલના પ્રમુખ તરીકે યુવા અગ્રણી, સામાજિક કાર્યકર યાકુબભાઇ ગામીતે તેમની નિયુક્તિ બદલ અભાર વ્યક્ત કર્યો હતો, અને માનવ અધિકાર સમિતિ દ્વારા સોપવામાં આવેલ જવાબદારીઓ નિભાવવા અને તાપી ની જનતાને પોતાના પ્રાપ્ત અને મળતાં અધિકારો બાબતે જાગૃતિ લાવવા અને ન્યાય અપાવવા માટે હમેશા લડત આપતાં રહશે, અને સરકાર અને તંત્ર કે પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી કાર્ય કરવા માટે જણાવ્યું હતું. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જલ્દીથી તાપી જીલ્લામાં બોર્ડની રચના કરવામાં આવશેઃ અને જિલ્લાનાં દરેક તાલુકાઓમાં પણ માનવ અધિકાર ટીમ ની રચનાઓ કરી પ્રજાને, સમાજમાં માનવ અધિકાર વિષે જાગરૂકતા લાવવા માટે આયોજન કરવામાં આવશે. વધુમાં તાપી જીલ્લા બોર્ડ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કૌન્સિલના કાર્યકારી પ્રમુખ કીર્તનકુમાર દ્વારા નવ નિયુક્ત પ્રમુખ યાકુબભાઇ ગામીતને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં, અને લોક સેવાના કામો કરવા, સમાજમાં માનવ જાગૃતિની કામગીરી કરવાનું પસંદ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.