
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
દાતાશ્રી દેવજીભાઈ ટંડેલ સાહેબ તરફથી ખાટાઆંબા બાબુનીયા વર્ગ શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક શૂટ વિતરણ કરવામાં આવ્યા.
વાંસદા તાલુકાના ખાટાઆંબા બાબુનિયા વર્ગ શાળામાં સોમવારે દાતાશ્રી દેવજીભાઈ ટંડેલ સાહેબ તરફથી તેમના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ બાબલાભાઇ આર. પટેલ , તથા કાંતુભાઇ આર. ગાંવિત અને મહેશભાઈ ડી. પટેલ માજી સરપંચ વાસીયાતળાવ ગામના હસ્તે શાળાના તમામ કુલ ૯૩ બાળકોને ટ્રેક શૂટ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના ઉત્સાહી નિવૃત્ત શિક્ષક કેશવભાઈ , વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. હાજર રહેનાર કાંતુભાઈએ વ્યસન મુક્તિ અંગે ચર્ચા કરી,મહેશભાઈ એ બાળકોને મોબાઈલના લાભ ગેરલાભ ની ચર્ચા કરી હતી. બાબલાભાઈએ સાહેબશ્રીની સેવા કાર્યની વાત કરી હતી.
દંડક વન આશ્રમની સેવા પ્રવૃતિની ઝાંખી કરાવી આદિવાસી સમાજ ઉત્કર્ષની ચર્ચા કરી હતી. અંતે શાળાના ઉપ શિક્ષકશ્રી કાંતુભાઇ એચ. જાદવે ઉપસ્થિત સર્વેનો આભાર વ્યકત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.