
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું 7મું સત્ર આજે પ્રારંભ થયું છે. ગુજરાત વિધાનસભાનો હાલનો 15મો કાર્યકાળ ચાલી રહ્યો છે. જેમાં આજથી શરૂ થયેલું આ સાતમું સત્ર આજથી 10 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થવા જઇ રહ્યું છે. સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી પ્રશ્નોત્તરી સમય સાથે કરવામાં આવશે. વિધાનસભાના ચોમાસું સત્રમાં કુલ 5 સુધારા બિલ રજૂ થશે. આ સિવાય વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.
આજે ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ત્રણ દિવસનું રહેશે, જેમાં સરકારી કામકાજ અને વિવિધ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે.
આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.
આજથી શરુ થઇ રહેલ ચોમાસું સત્રમાં સૌ પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત વિમાન દુર્ઘટના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે
વિધાનસભાના ચોમાસું સત્રમાં કુલ 5 સુધારા બિલ રજૂ થશે, જેમાં ફેક્ટરીઝ બિલ- 2025,ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ બિલ – 2025, ગુજરાત જન વિશ્વાસ બિલ -2025, ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ બિલ – 2025, તેમજ ગુજરાત મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન્સ બિલમાં સુધારો કરવામાં આવશે.