
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આજ રોજ રૂપિયા ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી ડેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ.
આ રસ્તો સારો બનશે તો પ્રજાની સુખાકારીમાં વધારો થશે અને લોકો નિર્ધારિત સમયમાં પોતાના સ્થળે સમયસર પહોચી શકશે. તેથી આ રસ્તો મજબૂતાઈ થી અને લાંબો સમય સુધી સારો રહે તેવો બનવવા માટે એજન્સી તથા ઈજનેરોને અનુરોધ કર્યો અને આસપાસના ગ્રામજનોને પણ આ રસ્તો સારો બને તે માટે રસ્તાના કામમાં સહયોગ આપવા અપીલ કરી. ધારાસભ્યશ્રીએ પણ રસ્તો સારો બને અને કામની ગુણવત્તા જળવાઈ તે મુજબની વાત કરી. આ માટે અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ.
આ પ્રસંગે સદર કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી વંદનભાઈ વસાવા, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ વસાવા, ગાલીબા ગ્રામ પંચાયતના ઉપસરપંચ જગદીશભાઈ વસાવા, BTP જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચૈતરભાઈ વસાવા, સોલિયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી ચૈતરભાઈ વસાવા, કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ સાહેબ તથા તેમનો સ્ટાફ તથા કોરાના મહામારીના કારણે માર્યાદિત સંખ્યામાં આસપાસના દુકાનદારો ઉપસ્થિત રહયા હતા.