
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ તાપી, કિર્તનકુમાર
તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનુ મૈયાલી ગામ આજે પણ પ્રાથમીક સુવીધાઓથી વન્ચીત, જન જીવન હાડમારીમા?
તાપી: સોનગઢ તાલુકા વિકાસ અધિકારી ને ગામના લોકો દ્વારા રૂબરૂ અરજી આપી રજુઆત કરવામાં આવી હતી કે ગામ લોકોની એવી રજુઆત કરવામા આવે છે કે અમારા ગામનો રસ્તો તમે રૂબરૂ આવો અને રસ્તાની જાત તપાસ કરો: અભિનેતા અમિતાભના એ શ્બ્દો યાદ આવે છે કે કુછ દિન તો ગુજારો ……….હમારેે …… મેે
જૂથ ગ્રામ પંચાયત મોંઘવાણ ગામ આવેલ મૈયાલી ગામ છે જેમાં મૈયાલી ગામના રસ્તા જે હનુમાન મંદિર થી દરડી ફળીયા માં ગામીત ગોવિંદભાઈ ગમાભાઈ ના ઘર સુધી આશરે રસ્તો 1,800મીટર જેટલો થઈ જવા પામે છે, જે રસ્તો હાલમાં એટલી અંશે પરિસ્થિતિ ખરાબ છે કે જે રસ્તો આ વર્ષે ચોમાસામાં વધુ ધોવાણ થતા હાલમાં રસ્તામાં મસમોટઆ ખાડા પડયા છે, જેને લઈ રસ્તામાંથી જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ વાહન અને ચાલતા આવવા તમામ લોકોને ભારે તકલીફ પડે છે. અને જો મૈયાલી ગામના દરડી ફળિયામાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે કે તેમને દવાખાને લઈ જવા માટે 108ની મદદ લેવી પેડે તેવા સંજોગોમાં પણ દરડી ફળીયા સુધી 108 આવી શકે તેમ બિલકુલ સમ્ભવ નથી, જે બાબતે ગામના લોકો દ્વારા ગત વર્ષે પણ ધારાસભ્ય નિઝર ને તા.05/09/2018 માં અરજી આપી હતી, જે બાબતે પણ હાલ સુધી કોઈ પણ અરજી બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ તાલુકા વિકાસ અધિકારી ને ગામના લોકો દ્વારા રૂબરૂ અરજી આપી રજુઆત કરવામાં આવી હતી જેમાં ગામ લોકોની એવી રજુઆત છે કે અમારા ગામનો રસ્તો તમે રૂબરૂ આવો અને રસ્તો તપાસ કરી ડામર વાળો રસ્તો બને એવી ગામ લોકોની મુખ્ય માગણી છે, ટુક સમયમાં રસ્તાની કાર્યવાહી કરવામાં આવે એવી લોક રજુઆત છે.