શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વેપારી મથક સેલંબા ખાતે કરોડો ના ખર્ચે નવ નિર્માણ પામેલ બસ ડેપો નું લોકાર્પણ કરતા સાંસદ મનસુખ વસાવા;
નવા વર્ષમાં સેલંબા નગર ને મળી નવા બસ ડેપોની ભેટ;
વેપારી મથક સેલંબા ખાતે કરોડો ના ખર્ચે નિર્માણ પામેલ બસ ડેપો નું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના વેપારી મથક તરીકે જાણીતા સેલંબા ખાતે નવા બસ ડેપો બનાવવામાં આવ્યો છે. સેલંબા નગરના લોકો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ને ઘણી અગવડતા પડતી હતી. જેને લઈને સેલંબા નગર ખાતે નવીન બસ ડેપો બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને સેલંબા નગર ખાતે નવો બસ ડેપો મુસાફરો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સેલંબા તેમજ આજુબાજુ ના વિસ્તાર માંથી અવર જવર કરતા મુસાફરો ને હવે કોઇ તકલીફ પડશે નહીં. સેલંબા નગર ખાતે નવો બસ ડેપો નિર્માણ પામતા લોકોની ખુશીનો કોઈ પાર નથી. નવીન નિર્માણ પામેલ બસ ડેપો સુવિધાયુક્ત છે. આર.સી.ફેમ સ્ટક્ચર વાળા સુવિધાયુક્ત નવીન બસ ડેપોમાં સગવડતા અને મુસાફરો માટે વિવિધ સુવિધાઓથી યુક્ત છે.
નવો બસ ડેપો નિર્માણ પામી રહ્યો હતો ત્યારે લોકો ને ધણી તકલીફો નો સામનો કરવો પડી રહ્યો હતો. મુસાફરો તેમજ સ્કૂલોમાં અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ ને ધણી તકલીફોનો સામનો કરવો પડતો હતો. પણ નવીન બસ ડેપો નું લોકાર્પણ થતા તકલીફોનો અંત આવ્યો છે.
સાંસદ મનસુખભાઈ વસાવા એ આ પ્રસંગે જણાવ્યું કે હવે રોડ રસ્તાઓ સારા બની જવા પામ્યા છે. ફોરેસ્ટ વિસ્તારમાં અંતરીયાળ સુધી સારા રસ્તાઓ બન્યા છે. પ્રજાને સારા રસ્તાઓની સુવિધાઓ મળી છે. ગુજરાત રાજ્યમાં એસ.ટી. દ્વારા સુવિધાઓ આપવામાં આવી છે.
નવા બસ ડેપોના લોકાર્પણ ના પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા , માજી નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, તેમજ મંજીભાઇ વસાવા, ચંદ્રકાન્ત લુહાર તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.