શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
સાવકી સાસુએ વહુ ને ઘર ની બહાર કાઢી મુકતા અભ્યમ-181 નવસારી જીલ્લા ટીમે સમજાવી સમાધાન કરવવામાં આવ્યું:
રાજ્યની મહિલાઓ માટે કાર્ય કરતી મહિલા હેલ્પલાઇન અને મહિલાઓનાં જીવન અને ઘર વિખેરાય જતાં બચાવી તેઓને મદદ કરી રહી છે તેવોજ એક કિસ્સો નવસારી મહિલા અભયમ પાસે આવ્યો હતો.
આજ રોજ મહિલા એ 181 હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગવામાં આવેલ કે મારી સાસરી માં સાવકી સાસુ અને જેઠાણી મને જબરદસ્તી ઘરની બહાર કાઢી મૂકી છે, ઘરમાં જાવા દેતા નથી મારે 5 માસ નું બાળક છે, મને મદદ કરવાં વિનંતી;
આથી નવસારી મહિલા અભ્યમ 181 ટીમ જણાવેલ સ્થળ પર તાત્કાલિક પહોંચતા મહિલા સાથે કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે મારું 1 બાળક છે અને મારી સાવકી સાસુ ઘરમાં રાખવાની ના પાડે છે અને જેઠાણી પણ રોજ મારી સાથે ઝગડા કરે છે હવે મરાથી સહન થતું નથી જેથી તેમના સાસુ,સસરા અને જેઠાણી ને બોલાવી કાઉન્સીલિંગ કરતા સમજાવેલ કે મારવું ગુનો બને છે, જેથી મારવું નહીં અને સાસુ ને સમજાવેલ કે બન્નેવ વહુ ને સરખું રાખવું ઝગડા કરવા નહીં, જેથી તેમના સસરા એ જણાવેલ કે મારા 2 મકાન છે, જે બન્નેવ ને વહેંચી આપું છું જે મહિલા ને મંજુર હોવાથી સાસુ ને મહિલા અભયમ ટીમે સમજાવ્યા હતાં કે તેમનું નાનું બાળક છે જેથી કઈ પણ ઝગડા હોઈ તેનું સમાધાન વાતચીત કરી ને કરવું ઝગડા કરવા કે બહાર કાઢી મૂકવું નહીં જેથી તેમના સાસરી પક્ષ સમજી જતા મહિલા ને તેમનો હક અપાવેલ જેથી મહિલા અભ્યમ 181 ટીમનો પીડિત મહિલાએ ખૂબ જ આભાર માનેલ છે.