
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
સાપુતારા ના સરહદીય વિસ્તારને અડી આવેલ હઠગડ ખાતે કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી અર્જુન મુંડા, તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સંસદ ડો.ભારતી તાઈ પવાર ના અધ્યક્ષ સ્થાને આદિવાસી મહોત્સવ , ફૂડ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
સાપુતારાના સરહદ નજીક આવેલ હઠગડ ખાતે ભારત સરકાર ના આદિજાતિ વિકાસ મંત્રી અર્જુન મુંડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકલ્પોનું ઘોષણા કરવામાં આવી હતી. આ વેળાએ કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ એકલવ્ય સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે તેઓએ આદિવાસીઓની પરંપરાગત ખેતી અને જીવન શૈલી ની પ્રસંશા કરી હતી. તેઓએ આદિવાસીઓને ખેતીમાં સેન્દ્રીય ખાતર નું ઉપયોગ કરવામાં આવે તેવી હિમાયત કરવાંમાં આવી હતી .તેઓએ સ્થાનિક આદિવાસીઓ દ્વારા ફૂડ સ્ટોલસમાં મુકવામાં આવેલ ઉત્પાદનો ની પ્રસંશા કરી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.ભારતી તાઈ પવારે આદિવાસીઓમાં બદલાતી જતી પરંપરા થી જીવન પર પણ વિપરીત અસર પડતી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. આદિવાસીઓની બદલાતી જીવન ધોરણ માં વંશપરંપરા ગત આર્ગેનિક ખોરાક પર ભાર મુક્યો હતો. તેમને આરોગ્ય બાબતે ચિંતા કરતા જણાવ્યું હતું કે અગાઉ આદિવાસી લોકો ઓર્ગેનિક ખોરાક લેતા હોય તંદુરસ્તી જળવાઈ રહેતી હતી.હવે એકબીજાને દેખાદેખીમાં તે ખોરાક વિસરાતી જતી હોય આદિવાસીઓમાં પણ હવે બીપી, ડાયાબીટીસ, જેવી બીમારી જોવા મળે છે જે ચિંતા જનક કહેવાય જેથી હવે આરોગ્ય વર્ધક ખોરાક લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ સ્થળે વિવિધ આર્ગેનિક ફૂડ અને ઉત્પાદનો નો સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિકો સહિત પ્રવાસીઓએ નિહાળવાનો લ્હાવો લીધો હતો. આ સાથે જ આદિવાસી લાભાર્થીઓને જંગલ જમીનના અધિકાર હક્ક પત્રકો, સોલાર લાઈટ, આવાસ , ના લાભો આપવામાં આવ્યા હતા.