![](https://gramintoday.com/wp-content/uploads/2020/10/f95-780x470.jpg)
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નીતેશ વસાવા,
સાગબારાના પાંચપીપરી ગામે ત્રણ રસ્તા પર નાકાબંધી કરતા વહેલી સવારે આશરે ૬.૦૦ કલાકના સમયે મહેન્દ્રા મેક્સ પીક અપ નંબર MH 33 4598 ને સાગી લાકડાં ભરેલા પકડી પાડતા સાગબારા રેંજ ફોરેસ્ટનો સ્ટાફ:
નર્મદા; સાગબારા નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમાર ભાવસે મે ન.વ.સં શ્રી એ.ડી.ચૌધરી એમના માર્ગદર્શન અને દોરવણી મુજબ સાગબારા રેંજ ફોરેસ્ટ સ્ટાફ શ્રી સપનાબેન ચૌધરી (આર.એફ.ઓ સાગબારા) કે.એન.વસાવા રા.ફોરેસ્ટ તથા બી.ગાર્ડ એ.બી.ભીલ, એસ .એલ.સોલંકી, એસ.સી.વસાવા અને એ.એસ.બારીયા રોજમદારો સાથે ગુપ્ત બાતમી ના આધારે મોજે પાંચપીપરી ગામે ત્રણ રસ્તા પર નાકાબંધી કરતા વહેલી સવાર ના આશરે ૬.૦૦ કલાક ના સમયે મહેન્દ્રા મેક્સ પીક અપ નંબર MH 33 4598 આવતાં ઉભી રાખવાનાં સંકેત કરતાં ચાલક દ્વારા પીક અપ ઉભી કરી ભાગવાની કોશિશ કરતા મુદ્દામાલ સાથે ગુનેગાર માનસિંગભાઈ કેસીયાભાઈ વસાવા રહે.ગુંદી તા.સોનગઢ જિ.તાપી ને પકડી પાડતાં મુદ્દામાલ સાગ સાઈઝ નંગ ૩૪ ધ.પી ૧. રપિ પકડી પાડતાં કુલ પકડાયેલ સાગી માલ કિમત રૂપિયા ૬૬૩૨૦/ તથા વાહન ની કિમત રૂપિયા ૧,૩૫,૦૦૦/ કુલ મળી કુલ કિમત રૂપિયા ૨,૦૧,૩૩૨/નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. એસ.વી.ચૌધરી ( રેન્જ ફોરેસ્ટ ઓફિસર.સાગબારા)