મારું ગામ મારાં ન્યુઝ

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનાં વિદ્યાર્થીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડાની ફિલ્ડ વિઝીટે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનાં વિદ્યાર્થીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડાની ફિલ્ડ વિઝીટે

સર્જન વસાવા, નર્મદા: તારીખ ૨૮/૦૧/૨૦૨૫નાં રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદાનાં પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે.પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ વિદ્યાર્થીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડાની ફિલ્ડ વિઝીટ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડાનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજયકુમાર પોશીયા દ્વારા માહિતી આપવમાં આવી હતી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એક ઉમદા અભિગમ કે જે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્યરલ રિસર્ચ (આઈ.સી.એ.આર.) દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર એટલે કે પ્રયોગશાળામાં થયેલ કૃષિ, બાગાયત, પશુપાલન, ફૂલની ખેતી, મધ માંખી ઉછેર, મશરૂમની ખેતી, મરઘાં ઉછેર વગેરે અને ખેતી સાથે સંકળાયેલ સંશોધનોનુ ખેડૂતોના ખેતર સુધી પહોંચાડી અપનાવવા માટેની વ્યવસ્થા કરે છે. કૃષિ વિજ્ઞાન જે તે વિસ્તારના ખેડૂતો દ્વારા કૃષિ સંબંધિત અને સંલગ્ન વિષયોને લગતા પડકારરૂપ સમસ્યા માટે ઉકેલ અને સામનો કરવા માટેની વૈજ્ઞાનિક અભિગમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે.

ત્યારબાદ વિદ્યાર્થીઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડાનાં એગ્રીકલ્ચર ઓફીસર શ્રી મહેશ વિસાત દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોને સિદ્ધાંતીક અને વ્યવહારુ જ્ઞાન સાથે કૃષિ અને તેમની સાંસ્કૃતિક અને આર્થિક સુધારણા માટે તેને લગતા વિષયો પર સલાહ પૂરી પાડે છે. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ કામગીરી, એગ્રીકલ્ચર માર્કેટિંગ, ખેતી ક્ષેત્રે રહેલી વિવિધ રોજગારીની તકો, પ્રાકૃતિક ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગ વગેરેનાં સમન્વય દ્વારા ખેડૂતોની આવક અને રોજગારી વધારી શકાય તે અંગેની વૈવિધ્યસભર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है