
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશ
વેરાકુઈ ગામે માનનીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં કોવીડ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો;
માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામ ખાતે માનનીય મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ના માર્ગદર્શન હેઠળ કોવીડ વેક્સિનેશન મહાઅભિયાન” નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાંકલ ગામના ૭૦ જેટલા યુવાનો મહિલાઓ અને વડીલો “કોવીડ વેક્સિનેશન મહાઅભિયાન” માં જોડાયા અને વેક્સીન લીધી હતી.
આ કોવીડ વેક્સિનેશન મહાઅભિયાન”કાર્યક્રમ માં સુરત જીલ્લા ભા.જ.પ મહામંત્રી દીપકભાઈ વસાવા, સુરત જિલ્લા અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જગદીશભાઈ ગામીત, નાનીનરોલી જિલ્લાપંચાયત સભ્ય અફઝલખાન પઠાણ, વાંકલ તા. પં. સભ્ય ર્ડો.યુવરાજસિંહ સોનારીયા, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, અને વેક્સીન લેવા અપીલ કરાઈ હતી