શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
કોરોના કહેર વચ્ચે જાહેર થયેલ સ્વૈચ્છિક લોક ડાઉન માં લોકોની રોજગારીઓ છીનવાય જતાં જીવનમાં અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, હાલના સમયે પરિવાર ચલાવવું મુશ્કેલ ભર્યું થઈ પડ્યું છે તેવાં સંજોગોમાં વિશ્વવાણી સંસ્થા અને અમેરિકામાં વસવાટ કરતું વતન પ્રેમી પરિવાર જરૂરિયાતમંદ લોકોની વહારે આવી માનવતા મહેકવી હતી.
માંગરોળ તાલુકાના વાંકલ ગામના વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતન પ્રેમી પરિવારે વાંકલ સહિત ૬ ગામોમાં જરૂરીયાતમંદ લોકોને અનાજની કીટ અને દવાનું વિતરણ કરી માનવતા મહેકાવી છે, વાંકલ ગામના પૂર્વ ઉપ સરપંચ સુશીલા ગિલ્બર્ટ રાઠોડ દ્વારા ભૂતકાળમાં વાંકલ ગામમાં અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા તેમના દીકરી સપના સુભાષચંદ્ર ગાંધી હાલ રહે. અમેરિકા તેઓ ત્યાંની હોસ્પિટલમાં નર્સિંગ સેવામાંથી હાલ નિવૃત્ત થયા છે. તેમની પુત્રી રાની ગાંધી અને સમગ્ર પરિવારે પોતાના વતનમાં રહેતા અને કોરોનાના કારણે અસરગ્રસ્ત થયેલા ગરીબ કુટુંબો માટે 52 જેટલી અનાજની કીટ તૈયાર કરી વાંકલ, વેરાવી, નાંદોલા, નાનીફળી, લવેટ , ઈશનપર, વગેરે ગામના જરૂરિયાતમંદ લોકોને ઘર સુધી પહોંચાડવાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વિશ્વવાણી સંસ્થાના ગુજરાત કોર્ડીનેટર, રાજેશ મેકવાન, ભરૂચ જિલ્લા કોર્ડીનેટર, દેવીશિંગ વસાવા, અશ્વિન ગામીત, વાંકલ ગામના ઠાકોર વનજીભાઈ ચૌધરી તેમજ ભવર પુરોહિત વિશ્વવાણી સંસ્થાનો સ્ટાફ વગેરેના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર લોકોએ તથા ગ્રામજનોએ સમગ્ર સંસ્થાનાં આગેવાન અને દાનવીર પરિવારનો ખુબ આભાર માન્યો હતો.