મારું ગામ મારાં ન્યુઝ

રતોલા ગામની સીમમાં માર્ગ ઉપર ગૌવંશ ભરેલી પીકઅપ પલ્ટી જતાં, સાત ગૌવંશ બચાવતી માંગરોળ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ

 રતોલા ગામની સીમમાં માર્ગ ઉપર ગૌવંશ ભરેલી પીકઅપ પલ્ટી જતાં બે ગૌવંશના મોત: સાત ગૌવંશ બચાવી લેતી માંગરોળ પોલીસ:

માંગરોળ: સુરત જીલ્લાનાં માંગરોળ વિસ્તાર માંથી ગત મોડી રાત્રી દરમિયાન માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઈ પરેશ એચ. નાયીને બાતમી મળી કે વસરાવી થી રતોલા જતાં માર્ગ ઉપર રતોલા ગામની સીમમાં ગાયો ભરેલી પીકઅપ પલ્ટી ગયેલી છે. આ બાતમીના આધારે પી.એસ.આઈ પરેશ નાયી, અમૃત ધનજી, અનીલકુમાર દિવાનસિંહ વગેરેની ટીમ બાતમી વાળા સ્થળે પોહચતા સફેદ કલરની બલેરો પીકઅપ પલ્ટી મારેલી હાલતમાં રતોલા ગામની સીમમાંથી મળી આવી હતી, જેનો નંબર જીજે ૨૩ એક્ષ ૪૪૯૬ છે, જેને ચેક કરતાં ચાર વાછરડા અને પાંચ ગયો હતી, જેને એકબીજા ના પગ સાથે દોરડા બાંધેલા હતા,આ ગોવશોને કોઈ જગ્યાએ કતલ માટે લઈ જવાનું મનાઈ રહયુ છે,જેમાં એક વાછરડું અને એક ગાયનું મોત થયું છે, આ અંગે માંગરોળના પશુચિકતશકને જાણ કરી સ્થળ ઉપર બોલાવતાં મરણ પામેલા બે જાનવરોનું પી એમ કરાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય જાનવરોને ઓછી વતી ઇજાઓ થવા પામી હતી,જેને સારવાર આપવામાં આવી હતી.

કુલ ચાર ગાયો અને ત્રણ વાછરડાઓ સહીતની કીંમત ૫૫ હજાર રૂપિયા તથા પીકઅપ ની કિંમત ત્રણ લાખ મળી કુલ ૩,૫૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ પીકઅપ ના ચાલક સામે FIR દાખલ કરી છે.પીકઅપ માંથી એક વેચાણ દસ્તાવેજ મળી આવ્યો છે. જેમાં વેચાણ લેનાર યાકુબ આલમ મુલતાની, હાલ રહેવાસી બારડોલી મૂળ રહેવાસી ઝંખવાવ તથા વેચાણ આપનાર બીપીન અમરસિંગ વસાવા, રહેવાસી દિરોડ, તાલુકા માંગરોળ લખેલું છે, આ જાનવરોને ગેનના ઇન્જેક્શનો આપવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલમાં આ પીકઅપનો ચાલક પલ્ટી મરાવીને ગાડી મૂકીને ફરાર થઈ જતા ચાલક સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ એ.એસ.આઈ જયપાલસિંહ મનુભાઈ ચલાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है