
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ઉમરપાડા તાલુકાના માંડણ ગામે સ્વચ્છતા અભિયાન અને વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન:
સુરત: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદર્શ આવાસ યોજનાનાં કાર્યક્રમનાં ભાગ રૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાત મુહૂર્ત, લોકાર્પણ અને પ્રભાત ફેરીનું પાડા ગ્રુપ ગ્રામ પંચાયતના માંડણ ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ગામની સામૂહિક જગ્યાએ તેમજ આંગણવાડીએ “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”નાં સૂત્રને સાર્થક કરતા ગામના લોકો દ્વારા સ્વચ્છતા અભિયાનને હાથ ધરવામાં આવ્યું હતું. પાડા પંચાયત ની અલગ -અલગ ગામની આંગણવાડીની બહેનો દ્વારા ખુબ જ સુંદર અને સ્વાદિષ્ઠ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું, જેનો ગામના વડીલો, સભ્યોએ સ્વાદ માણ્યો અને નાના બાળકોને જમાડવામાં આવ્યું હતું.
આજનો કાર્યક્રમ જી.આર.એસ. હસમુખભાઈ એચ.વસાવાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં સરપંચશ્રીએ તેમજ લોકો એ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, ઉમરપાડા