શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાનાં મોસાલી ગામમાં રહેતા ફરઝાના માંજરા લાપતા થવા ની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી;
માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર તા.૦૯/૦૨/૨૦૨૧ના રોજ મોસાલી ગામમાં રહેતા રશીદ યાકુબ માંજરાના ૧૫ વર્ષીય પુત્રી ફરઝાનાની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેણી શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઇ ૪.૫ ફુટ છે. તેમણે શરીરે કાળા કલરનો બુરખો પહેર્યો છે. જે કોઈને ફરઝાના અંગે ની કોઈ ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા માંગરોળ પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.