મારું ગામ મારાં ન્યુઝ

મહિલા અભયમ-૧૮૧ હેલ્પલાઇનનાં કાઉન્સેલર દીપિકા ગામીતનું બહુમાન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ મહાલા

દિપીકાબેન ગામીત કાઉન્સેલર મહિલા અભયમ-૧૮૧  હેલ્પલાઇન ડાંગને સ્વાતંત્ર પર્વ નિમિતે સર્ટિફિકેટ એનાયત કરી થયેલ બહુમાન કરવામાં આવ્યું. ડાંગ જીલ્લામાં ધ્વજ વંદન કાર્યક્રમ જીલ્લા કલેકટર શ્રીના અધ્યક્ષપણે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી: સદર ઉજવણીમાં કોરોના વોરિયરનું અને શ્રેષ્ટ કામગીરી કરનાર અનેકનું  સન્માન કરવામાં આવ્યું હતું,

ડાંગ: 15મી ઑગસ્ટ 2020ના ૭૪માં  સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિતે  ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે દિપીકાબેન ગામીત કાઉન્સેલર મહિલા અભયમ 181 હેલ્પલાઇન ડાંગનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડાંગનાઓ નાં  હસ્તે સર્ટફિકેટ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
તેઓ એ વર્ષ દરમિયાન ડાંગના  અંતરિયાળ વિસ્તારમા રહેતી  મહિલાઓને મુશ્કેલી ના સમયે તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને સહાય પુરી પડેલ છે તેઓની આ પ્રશંસનીય કામગીરી તથા ડાંગ  જીલ્લાનાં લોકો ને બાળલગ્ન નહીં કરવા સમજાવી ગત દિવસોમાં કુલ 10 જેટલાં બાળલગ્ન મોકૂફ રખાવ્યા હતા, તેઓ ની આ નીડર કામગીરી  અને ત્વરિત સેવાઓ પહોંચાડવા બદલ તેઓ ની જીલ્લા ક્ષેત્રે  પસંદગી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है