શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, પત્રકાર કમલેશ ગાંવિત
પીપલખેડ ખાતે સ્વછતા અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ યોજાયો:
વાંસદા : આજરોજ તા.15 ડિસેમ્બર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ગદ્રષ્ટિ અનુસાર સમગ્ર ભારત ભરના ગામડા, શહેરો તથા છેવાડના ગરીબ, વંચિત, તમામ લોકો સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાકીય લાભ મળે અને પોહચે તે હેતુસર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાજ્યમા ફરી રહી છે.
ત્યારે પીપલખેડ ખાતે બસ સ્ટેશન, મંદિર પરિસર અને ગ્રામપંચાયત વિસ્તાર માં સફાઈ કરવામાં આવી હતી આજના સફાઈ કાર્યક્રમમા માં વાંસદા તાલુકા મા. ઉપપ્રમુખ શ્રી દશરભાઈ ભોયા, તલાટીકમ મંત્રી શ્રીમતી અંકિતાબેન, સુપરવાઈઝર સરોજબેન, જીલ્લા પંચાયત સદસ્ય એસ. કે. પટેલ, અંકિતભાઈ, કમલેશભાઈ, નરેશભાઈ ઘોડમાલ, નિલેશભાઈભોયા , બુધીયાભાઈ ,અંબિબેન, વીણાબેન, અનિતાબેન પાર્વતીબેન તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રને સફળ બનાવ્યો.