
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- બિમાર પશુઓની સારવાર ઘર આંગણે જ મળે તે માટે આયોજન કરાયું:
ડેડીયાપાડા તાલુકામાં આવેલી પશુ દવાખાના ના ડોક્ટરો દ્વારા ગામડે ગામડે પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડોક્ટરો ની ટીમ દ્વારા ગામડે ગામડે જઈ બીમાર પશુઓ ની સારવાર કરવામાં આવી રહી છે. છેવાડા ના ગામડાઓ માં પણ પશુપાલકો ને આ સેવાનો લાભ મળે તે માટે પશુ ડોક્ટરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. તાલુકામાં પશુ દવાખાનું ડેડીયાપાડા માં આવેલું છે, જેથી આ સેવા મળતા પશુપાલકો ને ઘર આંગણે સુવિધા મળશે. પશુને બારકોડ ટેગ મારી ને તેની ઓળખ અને ગણતરી કરવામાં આવે છે. ડેડીયાપાડા તાલુકા ના મોસીટ ગામમાં પશુ દવાખાના ની ટીમ દ્વારા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે.