શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નિવાલ્દા મિશન ત્રિમાર્ગીય રસ્તા પરનું સર્કલ પોતાનું અસ્તિત્વ ગુમાવવાને આરે:
દેડિયાપાડાના પારસી ટેકરાથી નિવાલ્દા સુધી રસ્તાની આસપાસ અને નિવાલ્દા સર્કલ પર કાંટા, ઝાડીઓ ઉગી નીકળી;
દેડિયાપાડાના પારસી ટેકરા થી નિવાલ્દા સર્કલ સુધીનો રસ્તો સારો બનાવવામાં આવ્યો છે, વાહન ચાલકો અને લોકોને વિધાર્થીઓને હવે રાહત થઈ છે. નિવાલ્દા ત્રિમાર્ગીય રસ્તા ઉપર સર્કલ બનાવવામાં આવ્યું હતું.
આ સર્કલ ઉપર સૌર ઉર્જાની ઝાંખી કરાવતું લોખંડના આબેહૂબ પ્રતિક ચિન્હો મૂકવામાં આવ્યા છે. જેને જોઈને સૌર ઉર્જાનું મહત્વ અને વીજળીનું મહત્વ વિધાર્થીઓ અને ત્યાં થઇ પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો સમઝી શકે છે. અને સૌર ઉર્જા વિષે જાગૃતિ આવે એવું આ સુંદર મેસેજ આપતું આ સર્કલ આજે ખંડેર હાલતમાં જોવા મળે છે. જવાબદારી કોની?
ગત દિવસોમાં કોઈ વાહને સર્કલ સાથે અકસ્માત કરતાં સર્કલ તૂટી ગયું છે. આ સર્કલ ની મરમાત અને જાળવણીની જવાબદારી માર્ગ અને મકાન વિભાગ, પંચાયત નક્કી કરે! સર્કલ ઉપર ઝાડી, ઝાંખરા, કાંટા, ઘાસ ઉગી નીકળીયા છે. જવાબદાર અધિકારી દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા આ સર્કલનુ રીનોવેશન કરવામાં આવતું નથી. આ સર્કલ નામશેષ થવાના આરે આવીને ઊભું છે. આ સર્કલને રીનોવેશન કરવામાં આવે તો અહીંયાંના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી જાય એવું સર્કલ છે. આ રસ્તાની આજુબાજુમાં ફુટપાથ બનાવેલો છે. આ ફુટપાથની આજુબાજુ ઝાડી, ઝાંખરા, કાંટાળી વનસ્પતિ ઊગી નીકળી છે. તેની સફાઇ કરવામાં આવે એમ લોકોની માંગ ઉઠવા પામી છે.