
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લામાં આગામી પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ તેમજ હળવા વરસાદની આગાહી;
ભારતીય મૌસમ વિભાગની આગાહી અનુસાર નૈઋત્યનું ચોમાસું તા. ૧૧ થી ૧૫ જૂન સુધીમાં ગુજરાતમાં આવવાની સંભાવના છે. આથી ખેડૂત મિત્રોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એ પરિપકવ પાકોની કાપણી અને તેના સંગ્રહ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવી. ઉનાળાના પાકની લણણી કર્યા પછી, હળ અથવા ટ્રેક્ટરની મદદથી જમીનને ખેડવી અને વાવણી માટે જમીન તૈયાર કરવી.
ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયુ રહેશે અને તા. ૯ થી ૧૩ જૂન સુધી હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૪.૬ થી ૩૬.૨ °સે, જયારે લઘુત્તમ તાપમાન ૨૬.૧ થી ૨૬.૬ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૪ થી ૮૨ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૯ થી ૨૪ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
ગરૂડેશ્વર તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયું રહેશે અને તા. ૯ થી ૧૩ જૂન સુધી રોજ હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૫.૪ થી ૩૬.૩ સે., જયારે લઘુત્તમ તાપમાન ૨૬.૨ થી ૨૬.૯ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૩૮ થી ૭૫ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૮ થી ૨૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
સાગબારા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયું રહેશે અને તા. ૯ થી ૧૩ જૂન સુધી હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૪.૮ થી ૩૬.૯ °સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૫.૬ થી ૨૫.૯ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૩ થી ૮૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૨૧ થી ૨૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
નાંદોદ તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ મોટેભાગે વાદળછાયુ રહેશે અને તા. ૯ થી ૧૩ જૂન સુધી હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૫.૬ થી ૩૭.૬ સે. જયારે લઘુત્તમ તાપમાન ૬.૪ થી ૨૭.૧ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૩૭ થી ૭૪ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૧૯ થી ૨૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
તિલકવાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ વાદળ છાયું રહેશે અને તા. ૯ થી ૧૩ જૂન સુધી હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૫.૭ થી ૩૭.૬ °સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૬.૨ થી ૨૬.૯ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૩૭ થી ૭૩ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૨૦ થી ૨૪ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.