
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાના દરેક તાલુકા મથકે ઉભા કરાયેલ કોવિડ કેર સેન્ટરમા પૂરતી વ્યવસ્થા કરવા બાબતે નાયબ મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી અવગત કરાયા:
નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના W.H.O ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસના સંક્રમણ થી હાલની પરિસ્થિતિમા નર્મદા જિલ્લાના ગામડાઓમા કોરોના વાયરસના સંક્રમીત દર્દીઓ તથા અન્ય બિમારીના દર્દીઓની સંખ્યા વધારે છે. નર્મદા જિલ્લાની એક માત્ર કોવીડ-૧૯ હોસ્પીટલ, રાજપીપળા ખાતે પુરતો સ્ટાફ, ઓકિસજન અને વેન્ટીલેટરની પુરતી વ્યવસ્થા ન હોવાથી અગવડ પડે છે. જેના કારણે લોકો બિમાર હોવા છતા કોવિડ ટેસ્ટ કરાવવા આવતા નથી લોકોમા ભયનો માહોલ છે. તેમજ કેટલાક દર્દીઓ પોતાની સગવડ પ્રમાણે વડોદરા, સુરત, ભરૂચ, અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલોમાં દાખલ થાય છે. ત્યાં પણ સમયસર સારવાર ન મળવાથી અને પુરતી વ્યવસ્થા ના અભાવે આખરે જીવ ગુમાવી પડે છે. જેને ધ્યાને લઈ નર્મદા જિલ્લાના દરેક તાલુકા મથકે ઉભા કરાયેલ કોવીડ કેર સેન્ટરોમા તમામ વ્યવસ્થા જેમકે પુરતો કવોલીફાઈડ ડોકટરો મેડીકલ સ્ટાફ, દવાઓ, ઓકિસજન, વેન્ટીલેટર, પાણી, ચા-નાસ્તો, ભોજન, સાફ-સફાઈ, બેડની પુરતી વ્યવસ્થા ઉભી કરવામા આવે અને જવાબદાર અધિકારીઓ ધ્વારા સુપરવિઝન અને સંકલન કરવામા આવે એ બાબતે દેડીયાપાડાના ધારાસભ્ય શ્રી.મહેશભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે.