
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા તાલુકા પાસે નાં ગામે ૨૧ વર્ષ ના સીમા બહેન ( નામ બદલેલ છે.) જેમના પતિએ માર મારીને ચાર માસની તેમની છોકરી ને લઈને જતા રહ્યા હતા, અને સાસુ અને દાદી સાસુ માનસિક ત્રાસ આપે છે. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભ્યમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમની સાથે અસરકારક કાઉંસેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, સીમાબહેન નાં લવ મેરેજ થયા હતા અને એમના લગ્નને વર્ષ થયું ,અને ચાર માસની છોકરી છે. મારા સાસુ અને દાદી સાસ તેમના કાન ભરે છે. ઘરનું કામ નથી કરતી એના પિયર જ જતી રહે છે. તેથી મારા પતિ હવે પછી તારા ઘરે જવાનું નથી એમ કહીને મારવા લાગ્યા, તેથી હું મારા ઘરે જતી રહી તો સવારે ત્યાં આવ્યા અને મારા ઘરના ઓ જોડે ઝગડો કરવા લાગ્યા, હવે તું પાછી આવતી નહિ એમ કહી અને છોકરી લઈ લીધી અને આપતા ન હતા અને લઈને જતા રહ્યા, ત્યારબાદ અભ્યમ ટીમે તેમના પતિ , સાસુ અને દાદી સાસુ નું કાઉન્સેલિંગ કરી સમજાવ્યાં, અને કાયદાકીય માહિતી આપી તેઓ એ તેમની ભૂલ સ્વીકારી અને બાળકી પાછી આપી હતી, અને લખાણ લઈ સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.