
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા તાલુકાના કોકમ ગામે ધરોમાં લાગી આગ.. ! છાસવારે બનતી આગ લાગવાની ધટના છતાં સ્થાનિક વહીવટી તંત્ર ટસ નું મસ નહીં!
નર્મદા જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફાયર સ્ટેશન બાબતે સરકાર અને પાર્ટીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના ગલ્લા ટલ્લા… હજુ કેટલાનો ભોગ લેવાશે..?
પાટવલી, દેવમોગરા, નાની બેડવાણ, ગારદા બાદ ફરી કોકમ ગામે ધરોમાં આગ લાગવાની ધટના સામે આવી:
તાલુકા કક્ષાએ આવી આગ લાગવાની ઘટના નો સામનો કરવા ફાયર ફાયટર અથવા ફાયર સ્ટેશન ની સુવિધાઓ ઉપલબ્ધ નથી:
ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ કોકમ ખાતે બે ધરો તેમજ એક તબેલાના ધરમાં અચાનક કોઈ કારણસર આગ લાગતા ત્રણ ધરો બળીને ખાક થઈ ગયા હતા રાત્રિના સમયે આગ લાગતા ગામમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ડેડીયાપાડા તાલુકામાં આવી અનેક વાર ઘટનાઓ બનતી હોય છે થોડા દિવસ અગાઉ જ ગારદા ગામે ડુંગર વિસ્તારમાં આગ લાગી હતી, જેમાં ખેડૂતોના ખેતીના સાધનો તેમજ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે ગણતરીના કલાકોમાં જ ફરી પાછી કોકમ ખાતે ઘરમાં અચાનક આગ લાગતાં 3 પરિવારો ઘર વિહોણા બન્યા છે. પરિવાર એ ચાલાકી વાપરી પશુઓને ખુલ્લા છોડી મુકતા ત્રણ પશુઓને સામાન્ય ઈજા પહોંચી હતી. કોકમ ગામ ના રહેવાસી (૧).ખાહલીયાભાઈ હાદીયાભાઈ વસાવા ને કુલ.૪.૨૫.૦૦૦/- નું આર્થિક નુકસાન
(૨).રતનભાઈ ખાહલીયાભાઈ વસાવા ને કુલ.૩.૫૦.૦૦૦/-નો આર્થિક નુકસાન.
(૩). રામજીભાઈ ખાહલીયાભાઈ વસાવા ને કુલ.૨.૦૦.૦૦૦/- નું આર્થિક નુકસાન થયું હતું.
સમગ્ર ઘટનાની જાણ સરપંચ તેમજ તલાટી કમમંત્રીને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પંચની રૂબરૂમાં પંચકેસ કરી મામલતદાર કચેરીને સદર અહેવાલ સુપરત કર્યો હતો.