શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર અને તાપી જિલ્લા પ્રમુખ (ભાજપા) ડૉ.જયરામભાઇ ગામીતે કો-વેક્સિન રસી લઇ જિલ્લાના નાગરિકોને રસી લેવા સંદેશો પાઠવ્યો:
સમગ્ર તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૯ હજારથી વધુ વ્યક્તિઓને કોવિદ-૧૯ના રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા: -ડો.હર્ષદ પટેલ
વ્યારા : આજરોજ ઉચ્છલ તાલુકાના સબ હેલ્થ સેન્ટર ખાતે નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર અને તાપી જિલ્લા ભાજપા પ્રમુખ ડૉ.જયરામભાઇ ગામીતે કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કોરોના પ્રતિરોધક રસી સંપૂર્ણ સુરક્ષિત છે. આપણે સૌએ કોઇ શંકા કે ડર રાખ્યા વગર રસી લેવી જોઇએ. તેમ જણાવી જિલ્લાના તમામ નાગરિકોને કોરોના વાઇરસ સામે રક્ષણ પુરુ પાડતી વેકસીન મુકાવવાની સાથે-સાથે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા યોગાસન અને નિયમિત આયુર્વેદિક ઉકાળો પીવો પણ ખુબ જ જરૂરી છે હોવાનું જણાવ્યું હતુ.
વિશ્વવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ ૪૮ કેન્દ્રો ખાતે રસીકરણની વ્યવસ્થાનું સુઆયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને નાથવા માટે તમામ લોકો કોઇ પણ ડર કે મુંઝવણ વગર નજીક્ના સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર તથા જનરલ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે રસી મુકાવી શકે છે.
મુખ્ય જિ.આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૯ હજારથી વધુ વ્યક્તિઓને કોવિદ-૧૯ના રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.