શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર પ્રેસનોટ
નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા પાસે પોલીસ સ્કોડના સ્ટાફને સફળતા: બોલેરો પીક-અપ ગાડીચેક કરતા ઇંગ્લીશ દારુની પેટીઓ ભરેલી હોય જેમા ઇંગ્લીશ દારૂ અને બોલેરો પીક-અપ સહીત રૂ.૨,૭૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત!
શ્રી હિમકર સિંહ (IPS) પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ માર્ગદર્શન અને સુચના હેઠળ પો.સ.ઇ શ્રી ડી.એ.ક્રિશ્ચિયન પેરોલ ફલો શાખા નર્મદાનાઓએ ખાતે નાસતા ફરતા આરોપીની વોચ ગોઠવી તપાસમા હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, મહારાષ્ટ્ર તરફથી ડેડીયાપાડા તરફ એક સફેદ બોલેરો પીક-અપ ગાડી નંબર MH 19 S 8686ની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવનાર છે. જે બાતમી આધારે ડેડીયાપાડાના પીપલોદ ત્રણ રસ્તા પાસે સ્કોડના સ્ટાફ સાથે વોચ તપાસમાં ઉભા હતા તે દરમિયાન મહારાષ્ટ્રનાં વડફળી તરફથી બાતમીની હકીકત વાળી બોલેરો પીક-અપ ગાડી આવતા જેને રોકી ગાડીના પાછળના ભાગે ચેક કરતા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુના ક્વાટરીયાઓની પેટીઓ ભરેલી હોય જેમા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ ૧૫૦૦ કિ.રૂ ૧,૨૭,૫૦૦ મળી આવતા બોલેરો પીક-અપ ગાડીની કિ.રૂ ૧,૫૦,૦૦૦ તથા મોબાઈલની કી.રૂ ૫૦૦ એમ કુલ મુદ્દામાલ ૨,૭૮,૦૦૦ મળી આવતા આરોપી ડ્રાઈવર તુલ્યા કરમા પાડવી રહે. કાતરી તા.ધડગાવ જી.નંદુરબાર, મહારાષ્ટ્રનાંઓના વિરુધ કાયદેસરની કાર્યવાહી કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામા આવેલ છે.