
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા તાલુકાના મોટી કાલબી ગામેથી જુગાર રમતા નબીરાને પોલીસે ઝળપી પાડ્યા;
તારીખ ૧૪ ઓગષ્ટ શનિવારના રોજ ડેડીયાપાડા પોલીસ પ્રોહીબીસન અને જુગારના રેઇડમાં હતી, તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા મોટી કાલબી દુકાન ગલ્લા પાછળ ખુલ્લી જગ્યા માં કેટલાક ઈસમો હાર જીતનો પાના પત્તાંનો જુગાર રમી રમાડે છે. જે બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ પર રેઇડ મારતા સ્થળ પરથી
જુદા-જુદા દરની ચલણી નોટો મળી રોકડા રૂ ૭૮૮૦ /- તેમજ દાવ ઉપરથી મળી આવેલ રોકડ રકમ રૂ.૨૫૫૦ /- તેમજ મોબાઇલ નંગ-૧ ની કિં.રૂ૧૦૦૦/- તથા ગંજી પત્તા-પાના નંગ-પર મળી કુલ્લે કિં.રૂ ૧૧૪૩૦. /- ના જુગારના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન ૪ ઈસમો પકડાઇ ગયા હતા તથા ૮ જેટલા ઈસમો ત્યાંથી નાસી જતા તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.