મારું ગામ મારાં ન્યુઝ

જૂની અદાવતમાં ઉનાઈ ગામે યુવકને માર માર્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી માં કેદ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

નવસારી જીલ્લાના ઉનાઈ ગામે યુવકને માર માર્યાની સમગ્ર ઘટનાના સીસીટીવી માં કેદ થઈ જવાં પામી હતી.

વાંસદાના ઉનાઈમાં જૂની અદાવતમાં સમાધાન કરવા અંગે મારમારી ધમકી આપતાં પોલીસ ફરીયાદ થઈ.

વાંસદા તાલુકાના ઉનાઇ – ખંભાલીયા ગામે રહેતા દિલીપભાઈ રામપલટદાસને તેમના પિતા દ્વારા અગાઉના કરેલ કેસ અંગે અંગત અદાવત રાખીને માર મરાયો હોવાની ઘટના સામે આવી છે, અગાઉ કરેલ કેસ કોર્ટમાં પેન્ડિગ હોવાના કારણે કેસ બાબતે સમાધાન કરવું છે કે નહીં તેમ જણાવી યુવકને માર મરાયો હતો. આ પ્રકરણમાં પ્રાપ્ત માહિતી મુજબ રામ પલટદાસ રહે.ઉનાઇ તા. વાંસદા જી. નવસારી જેઓએ ૨૦૧૭ ની સાલમાં ઇમરાન માજીદખાન પઠાણ તથા અન્ય વિરુધ્ધ કોઇ બાબતે પોલીસ ફરિયાદ કરાતા જે કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો હોય અને ફરિયાદીનું અવસાન થઈ જવા પામ્યું હતું. આ કેસ બાબતે અંગત અદાવત રાખી ૧૨/૦૫/૨૦૨૧ના રોજ રામપલટદાસના પુત્ર દિલીપ રામપલટદાસ બજારમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન ઈમરાનખાને તેને બોલાવી કેસમાં સમાધાન કરવા અંગે કહેતા દિલીપે માતા સાથે વાત કરીને જણાવવાનું કહ્યું હતું પરંતુ આગળ જતાં સલમાન, ઇઝમામ, માજીદ અને અરબાઝ મળતા તેમણે કેસમાં સમાધાન કરવા બાબતે ઉશ્કેરાઈ જઈ ગાળા -ગાળી કરી ઢિક મુક્કિનો માર મારી તેમજ યુવકના ઘરે ધસી ગયા હતા જ્યાં ઇમરાન ખાન માજિદ ખાન પઠાણ યુવકના ઘરે જઈને ઘરના ઓટલા પર પાર્ક કરેલી એક્ટિવા મોપેડ ને ધક્કો મારીને નીચે પાડીને ગોબો પાડી દઈ ઘરના દરવાજો લાત મારી તોડી નાંખી ઘરમાં પ્રવેશી મારી સાથે યુવતી સાથે જીભાજોડી કરી મારી, યુવતી સાથે છેડછાડ કરવા લાગતા યુવતી બૂમાબૂમ કરતાં ઇમરાન માજિદ ખાન પઠાણ ઢીકાનો માર મારતા તે વખતે આજુબાજુના રહીશો લાગતા યુવતીને મા બેન સમાણી ગાળો આપતા તું આજે તો બચી ગયેલ બીજી વખત ઘરમાં એકલી રહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં યુવતિનો ભાઈ દિલીપ રામપલટદાસે વાંસદા પોલીસ મથકે તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ જવા પામી હતી, ત્યારબાદ વાંસદા પોલીસે માજીદખાન બકીલખાન પઠાણ, ઈમરાનખાન માજીદખાન પઠાણ, સલમાન ખાન માજીદખાન પઠાણ, ઇઝમામ માજિદખાન પઠાણ તમામ રહે. ઉનાઈ વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૪૨૭, ૪૫૨, ૪૫૪, ૩૨૩ અને ૫૦૪ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है