મારું ગામ મારાં ન્યુઝ

જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા ડાંગ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા ડાંગ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું: 

અધિક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રીને સંબોધીને આપવામાં આવ્યું આવેદનપત્ર, 

બોરખેત(લશકર્યા) થી મહાલ (બરડીપાડા) તરફ જતો જિલ્લા પંચાયત હસ્તકનો સાંકળો રસ્તો કમસેકમ હજુ (ચાર ફૂટ) પહોળો કરવા બાબતે તંત્ર ને દોરવામાં આવ્યું ધ્યાન, 

જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા ઉપરોક્ત વિષયના અનુધાનમાં આપને જણાવવાનું કે બોરખેત (લશકર્યા)  થી બરડીપાડા સુધીની રસ્તાનું હાલમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ લશ્કર્યા થી મહાલના જંગલ સુધીનો રસ્તો ખુબજ સાકડા અને રસ્તાની બને બાજુની કિનારો ખૂબજ ઊંચી થઈ ગઈ  હોવાથી વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી જવાં પામી છે. અને અકસ્માત થવાની સંભાવના વધી જવાં પામી છે, હાલના સમયમાં તૈયાર કરાયેલ જિલ્લા પંચાયતનો મુખ્ય માર્ગ એકદમ સાકડો અને બન્ને કિનારીઓનો ધાર ખુબજ ઊંચી છે તે ખુબજ ગંભીર બાબત કહેવાય. આ સમસ્યાને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ વધી ગઈ છે.

વધુમાં આપ સાહેબશ્રીને ખાસ જણાવવાનુ કે ઊંચી થઈ ગયેલી બન્ને બાજુની કિનારીઓ માં માટી નાખીને પુરાણ કરવામા આવ્યું છે. તે ધૂળ થઈ જવાં પામી છે, પરંતુ આ માટી ચોમાસામાં પહેલા વરસાદે જ ધોવાઈ જશે અને વાહન ચાલકોની મુશ્કેલી વધી જશે માટે તથા એક ધોરણે રસ્તાને બન્ને બાજુએ કમસેકમ એક ફૂટ પહોળી કરવામાં આવે જેથી વાહન ચાલકો સારી રીત એકબીજાને સાઈડ પણ આપી શકે. 

ઉપરોક્ત સમસ્યાનું ગંભીરતા થી ધ્યાનમાં લઇ તાત્કાલિક સમસ્યા નું સમાધાન કરી આમજનતાને સુવિધાઓ પુરી પાડવામાં આવે તે ખુબજ જરૂરી છે. અને જો સરકારી તંત્ર આ બાબતને ધ્યાનમાં નહીં છે, અને સાંકળો રસ્તાને કારણે આ રસ્તા પર કોઈનું અકસ્માત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લાના બાધકામ વિભાગ અને લગતાવળગતા અધિકારીશ્રીઓની રહેશે. માટે તાકાલિક આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે એજ આપ સાહેબશ્રીને અમારી વિનતી છે…. જય હિંદ – જય ભારત…

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है