મારું ગામ મારાં ન્યુઝ

ઘોડવહળ ગામનો ઝગડો સમગ્ર જીલ્લાનું ધાર્મિક વાતાવરણ બગાડે તો નવાઈ નહિ..?

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ વઘઈ તાલુકાના દગુનિયા ગ્રામ પંચાયતના ઘોડવહળ ગામનો ઝગડો સમગ્ર જીલ્લાનું ધાર્મિક વાતાવરણ બગાડે તો નવાઈ નહિ… તંત્ર નુ મૌન શંકાસ્પદ..!!

ગામનું બગડતું ધાર્મિક વાતાવરણ આખા જીલ્લા અને રાજય માં દવ લગાડે તે પહેલાં તંત્ર મૌન તોડી કોઈ ન્યાયિક નક્કર પગલાં ભરે તે જરૂરી…

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ દગુન્યા પંચાયતમા આવેલ ઘોડવહળ ગામે ઝગડો અને મારામારી થમવા નું નામ નહી લેતુ ઘોડવહળ ગામમાં વહિવટીતંત્ર એ ધમકીઓ આપ્યાં ની જાણ થયાં છતાં આરોપીઓને છુટ્ટો છોડતા આરોપીઓ વધુ ઉગ્ર અને બેફામ બન્યા છે, તા.12/04/2023નાં દિને અરજદારોએ ડાંગ જીલ્લા કલેકટર સાહેબને પોતાની સુરક્ષા માટે આવેદન પત્ર આપ્યું હતું અને પોલીસ બંદોબસ્ત ની માંગણી કરી હતી પરંતુ પોલીસ તંત્ર એ  સુરક્ષા કમૅચારીઓમા GRD કમૅચારીઓની નિયુક્તિ કરી હતી અને ગતરોજ GRD હાજર હોવા છતાં ઉગ્રથયેલા લોકોમાંથી પ્રદિપભાઈ ક્રુષ્ણભાઈ ચૌધરી અને તેમની સાથે આવેલા મોટા ટોળાએ ભાસ્કરભાઈ અને તેમના પત્ની વનિતાબેન ચૌધરી ને ઢોરમાર મારવાની દુઃખદ ઘટના ને અંજામ આપ્યો હતો, જો આમજ  પોલીસ બંદોબસ્ત હોવા છતાં મારામારી થતી હોય તો બચાવ પક્ષ ક્યાં જશે..?  ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે..?   જ્યાં સુધી ઉગ્ર અને બેફામ થયેલા ઓની ધરપકડ થશે નહીં ત્યાં સુધી ગામમા અશાંતિ નુ વાતાવરણ રહેશે. અને ગામનો માહોલ હજુ વધુ બગડી જશે.. આ ઘટના બાદ હાલે અરજદાર વનિતા બેન સામગહાન ખાતેના સરકારી હોસ્ટલ માં સારવાર હેઠળ છે. તો જોવાનું રહ્યું કે પોલીસ પ્રસાસન કેટલી સુરક્ષા પુરી પાડે છે. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है