શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, કીર્તનકુમાર
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા ટેકનોલોજી વીક અંતર્ગત તા. ૦૪/૧૨/૨૦૨૦ના રોજ “વિમેન ઈન એગ્રિકલ્ચર ડે ” ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય વિષય , “કૃષિ વિકાસમાં મહિલાઓનું યોગદાન ” હતો. કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકાના આવાંદપુર અને કરોડ ગામની કુલ ૨૬ આદિવાસી ખેડૂત મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કેવીકે, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા.સી.ડી.પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી ‘ખેતી અને પશુપાલન વ્યવસાયમાં મહિલાઓનો ફાળો ‘ વિષય પર માહિતી આપી હતી, ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન.સોનીએ ઉપસ્થિત મહિલાઓને કેવીકેની મહિલાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા અને તેમણે મહિલાઓનો ખેતીકાર્યમાં શ્રમ ઘટે તેવા વિવિધ ઓજારો/સાધનોનું વિસ્તૃત્વમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, મહિલાઓને તેઓના સ્વાથ્ય પ્રત્યે કાળજી રાખવા પર ભાર મૂકી આરોગ્યલક્ષી તાલીમ લેવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રના સર્વે વૈજ્ઞાનિકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.