![](https://gramintoday.com/wp-content/uploads/2020/10/IMG_20201021_102814-780x470.jpg)
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી: સોનગઢ તાલુકાના ઘુંટવેલ ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા અને પશુપાલન શાખા, તાપીના સંયુક્ત ઉપક્રમે પશુ સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો:
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી અને પશુપાલન શાખા, જિલ્લા પંચાયત-તાપી સંચાલિત પશુ દવાખાનું, સોનગઢ દ્વારા સોનગઢ તાલુકાના ઘુંટવેલ ગામે તા. ૨૧ ઓકટોબર, ૨૦૨૦ બુધવારના રોજ પશુ સારવાર કેમ્પ યોજાયો હતો. સદર કેમ્પમાં ઘુંટવેલ ગામના કુલ ૩૭ જેટલા પશુપાલકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. વધુમાં અંદાજિત ૧૦૭ જેટલા દુધાળા ગાયો-ભેંસોની જુદી-જુદી પ્રકારની સારવાર જેવી કે, પ્રજનનક્રીય સારવાર, ગર્ભ ચકાસણી, ઈતરડીની સમસ્યા, તણછ, દૂધ ઉત્પાદનમાં ઘટાડો વગેરે જેવી સમસ્યાઓનું ડો. વી. કે. પરમાર, પશુ ચિકિત્સક, સોનગઢ અને તેની ટીમ દ્વારા સફળ
રીતે નિરાકરણ કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પશુપાલન વિષયના વૈજ્ઞાનિક ડો. જે. બી.બુટાણીએ સદર કેમ્પ દરમ્યાન ગામના પશુપાલકોને આ પ્રકારના પશુ સારવાર કેમ્પનું મહત્વ તથા તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. તેમજ વધુમાં વધુ પશુપાલકો આવા પશુ સારવાર કેમ્પમાં જોડાય તે માટે આહવાન કર્યું હતું.
સદર કેમ્પનું સફળ સંચાલન ગામના આગેવાન તથા દુધ મંડળીના મંત્રીશ્રી ઠાકોરભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.