
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના અલ્માવાડી ગામે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું;
ડેડીયાપાડા તાલુકાનાં અલ્માવાડી ગામે મહાદેવ મંદિરે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત બીજેપી ના કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાન માં ડેડીયાપાડા તાલકા પંચાયત પ્રમુખ શ્રીમતિ.તારાબેન રાઠોડ, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, અલ્માવાડીનાં સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા, સુરેન્દ્ર પંચાલ, ગ્રામ પંચાયતનાં સભ્ય ટીનાબેન નિલેશભાઇ, અંકિતાબેન રાકેશભાઇ, ગોવિંદભાઈ તેમજ પાર્ટીના કાર્યકરો, ગામના યુવાનો ભાઇઓ અને બહેનો સફાઈ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા.