
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુનિતા રજવાડી
નેત્રંગ તાલુકાના કંબોડિયા ખાતે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન કોમર્શિયલ કોટન માંથી ફ્રન્ટ લાઈન ડેમો્ટ્રેશન નવસારી કૃષિ યુનર્વિસટી સુરત કેચરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી ખેડૂતોને નિદર્શન અને માર્ગદશન આપવામાં આવ્યુ હતું. જ્યાં કંબોડિયા, બિલોઠી, પાટીખેડા વગેરે ગામોના ખેડૂતોને કપાસ શંકરની સારી જાતનું બીયારણ આપવામાં આવ્યું હતું. તેમજ કપાસની ખેતીમાં કેવા પ્રકારની કાળજી રાખવી, અને કેવી તકેદારી રાખવી વગેરે બાબતો ઉપર વૈજ્ઞાનિકો દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત, કૃષિ યુનિવર્સિટી નવસારી અને કેવીકે ચાસવડના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા.