મારું ગામ મારાં ન્યુઝ

આહવાનાં માર્ગો પર દરેક રાહદારીઓનું સ્વાગત કરતો કચરાનો ઢગલાઓ અને તેમાં થી નીકળતી દુર્ગંધ તંત્ર ને અર્પણ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા

ડાંગ જીલ્લા મથક આહવામાં દરેક માર્ગો પર સ્વાગત કરતો કચરા નો ઢગલો અને તેમાં થી નીકળતી દુર્ગંધ તંત્ર ને અર્પણ:

કચરો અને તેમાં થી નીકળતી દુર્ગંધ સામે બધાં મૂક દર્શકઃ 

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં અમુક સ્થળો પર કચરાના ખડગલાંઓ જાહેર માર્ગો પર આખે વળગે છે અને અસહ્ય તેમાંથી નિકળતી દુર્ગંધ થી અવરજવર કરતી પ્રજા હેરાન થાય છે, પ્રવાસી, રાહદારીઓ માટે અહીંયા થી પસાર થવું માથાના દુખાવો સમાન થઈ પડ્યું છે, પરંતુ આવી સમસ્યાનો કોઈ કાયમી નિકાલ ની યોજના સ્થાનિક તંત્ર પાસે શું નથી? એક તરફ માજી ધારાસભ્ય કે જેમણે ડાંગના વિકાસ માટે લોકો એ આપેલું પદ વ્હાલું ન ગણ્યું એવાં હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીતના પેટ્રોલપંપ નજીક જાહેર મુખ્ય માર્ગ ઉપર ઠાલવાતો પ્લાસ્ટીક કચરાની દુર્ગંધથી પ્રજા પરેશાન, સ્થાનિક તંત્રનાં મોટા અધિકારીઓ તેમજ પ્રજા પ્રતિનિધિઓને તો માત્ર કાગળ પર સ્વચ્છતા અભિયાન ચલાવી હાસ્કારો અનુભવ કરે છે,

જોવું રહયું લોકોની કાયમની સમશ્યાઓ ગ્રાઉન્ડ લેવેલે  કોણ કરશે ? કોણ આ સ્થળ ની જાત મુલાકાત લઈ સમાધાન કરશે? કે પછી આહવાની છબી બગાડવા તંત્ર અને પ્રતિનિધિઓ આંખ આડા કાન કરે છે.?

તંત્ર અને ડાંગ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આહવા ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ ને સમર્પણ! 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है