શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાનાં આદિવાસી અંતરિયાળ એવા રીગાપાદર ગામનાં બાળકોને સ્કૂલ બેગોનું કરાયું વિતરણ:
આદિવાસી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ વસાવા, નિવૃત્ત આચાર્ય પી.કે.વસાવાએ ગરીબ બાળકોને સ્કૂલ બેગ આપીને વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની અનોખી રીતે ઉજવણીની પહેલ કરી છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ જંગલ વિસ્તારનાં છેવાડા નું ગામ રીગાપાદર ગામના જરૂરિયાતમંદ ગરીબ આદિવાસી બાળકોને આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા સ્કૂલ બેગો આપી વિતરણ કરીને ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવામાં આવી હતી.
UNO દ્વારા ઘોષિત ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં પથરાયેલા આદિવાસી સમુદાય આ દિનની ઠેરઠેર ઉજવણી ધામધૂમ થી કરતા હોય છે, ત્યારે આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલસી દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી અંતરિયાળ વિસ્તારના રીગાપાદર ગામના જરૂરિયાતમંદ ગરીબ આદિવાસી બાળકો સાથે ઉજવી ને માનવતા ની મહેક મહેકાવી છે.
આ પ્રસંગે આદિવાસી જન સેવા ટ્રસ્ટ નાં પ્રમુખ ગોપાલભાઈ વસાવા જણાવ્યું કે આદિવાસી સમાજમાં ધણા ખરા ગરીબ બાળકોને શાળાએ ભણવા પુસ્તકો લઈ જવા સ્કૂલ બેગો મળતી નથી જેથી આવા બાળકો પ્લાસ્ટિકની બેગમાં પુસ્તકો ભરીને ભણવા જતાં હોય છે જેના લીધે અમે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી ગરીબ બાળકોને સ્કૂલ બેગો આપીને પહેલ કરી છે.