મારું ગામ મારાં ન્યુઝ

અંકલાછ ગામના સત્તાબારી ફળિયામાં આંગણવાડીનું ઉદ્ઘાટન કરતા આગેવાનો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ: 

અંકલાછ ગામના સત્તાબારી ફળિયામાં આંગણવાડીનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં  અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

કમલેશ ગાંવિત:   વાંસદા તાલુકાના અંકલાછ ગામના સત્તાબારી ફળિયામાં આંગણવાડીનું ઉદ્ઘાટન કરતા ગામના સરપંચ  સંદીપભાઈ ગાંવિત, મુખ્ય મહેમાન તરીકે  નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા અતિથિ મહેમાન તરીકે વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલાનાઓના અધ્યક્ષ સ્થાને  બાળકો માટે  આંગણવાડીનું ઉદ્ઘાટન કરીને  ખુલ્લી મૂકી હતી.

બીપીન માહલાએ પોતાના  પ્રાસંગિક ઉદબોધન માં જણાવ્યું  હતું  કે બાળકોનો પાયો હમણાં બાલ્યાવસ્થામાં  છે ત્યારથી પાયો મજબૂત કરવો પડશે કારણ કે આંગણવાડી કે સ્કૂલોમાં શિક્ષકો ભણાવે છે પરંતુ આ શિક્ષકોએ જે લેશન, હોમ વર્ક  આપ્યું છે કયા કયા વિષયમાં શું કરાવ્યું છે?  એ દરરોજ  આપણે  વાલી તરીકે ચેક કરવું પડશે અને આપણા બાળકોને માર્ગદર્શન આપવું પડશે અને કોઈ તાત્કાલિક મોટા કે પુખ્ત  માણસ બની જતો નથી દરેક ઘડતર ના પગથીયા હોય છે,
એના માટે યોગ્ય વાતાવરણ ખૂબ જરૂરી છે 70% વાતાવરણ આંગણવાડી અને શાળામાંથી મળે છે 30% વાતાવરણ બાહ્ય ગામોમાંથી કે ઘરમાંથી મળે છે એટલે આપણે નાનપણથી જ બાળકો પર ધ્યાન આપીશું તો બાળકો ઉપર જઈને ખૂબ સારું અભ્યાસ કરી આપણું નામ રોશન કરશે ” કાળા માથા નો માનવી ધારે તે કરી શકે છે”, ” પ્યાર કરને સે કભી પેટ નહીં ભરતા આપ લોગ અપને લક્ષ્ય ધ્યાન દો લોગ તો આતે જાતે રહેંગે લેકિન આપકા કેરિયર બનાને કે લિયે આપકા લક્ષ કામ આયેગા” ઇસ લિયે આગે બઢો અને મારી કઈ જરૂર પડે તો અમારો સંપર્ક જરૂરથી કરજો.
નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેને કહ્યું હતું કે આપણે આજે બાળકો માટે ઘણી બધી યોજનાઓ સરકાર તરફથી મળે છે અને મોટા થાય ત્યારે ભણવાથી માંડીને પાસની સુવિધાથી માંડીને આજે સરકાર દરેક ખાતાઓમાંથી આપણને સરકાર મદદરૂપ થાય છે એટલે આપણે મોદી સાહેબનું ખુબ ખુબ આભાર માનવો જોઈએ..

આજના આંગણવાડીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં  ડે. સરપંચ પકુભાઈ, જયેશ દેશમુખ, ગજનભાઈ, દલકુભાઈ,નાનકભાઈ, મહેશભાઈ કુવર, તેમજ ગામના આગેવાનો ભાઈઓ બહેનો વડીલો નાના ભૂલકાઓ આજુબાજુ ગામના આગેવાનો એ હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है