મારું ગામ મારાં ન્યુઝ

હાઇવે પર ચોપડવાવ ગામના પુલ ઉપર બે ટ્રકો સામસામે ભટકતા ચાલકને ઇજાઓ પોહચી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સાગબારા- ડેડીયાપાડા નેશનલ હાઇવે પર ચોપડવાવ ગામના પુલ ઉપર બે ટ્રકો સામસામે ભટકતા એક ટ્રક ચાલકને ઇજાઓ પોહચી;

સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે ચોમાસા દરમિયાન બિસ્માર બન્યો હોવા છતાં અહીં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે, ચોપડવાવ પાસેના પુલ ઉપર બે ટ્રકો વચ્ચે સામ સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે 753 બી હાલ ચોમાસાને પગલે ખુબજ બિસમાર બન્યો છે, છતાં હાઇવે પર વાહનોના અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે. હાઇવે ખુબજ બિસ્માર હાલતમાં હોવા છતાં વાહન ચાલકો પોતાના વાહનોને ધીમી ગતિએ ચલાવવાનું નામ નથી લેતા. ત્યારે મોડી સાંજે ચોપડવાવ ગામ પાસે પુલ ઉપર બે ટ્રકો વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો ,જેમાં એક ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.

મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રક નંબર  MH-26-AD-2257 અને ગુજરાત તરફથી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક નંબર  MH-14 EM-9136 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી જ્યોતિરામ મદનરામ જાધવ રહે, શેલગાવ જિલ્લો બીડ દ્વારા આપેલ ફરિયાદ મુજબ MH-26-AD-2257 નો ચાલક કે જેનું નામ ઠામ ખબર નથી તે પોતાના કબજા માની ટ્રકને ચોપડવાવ ગામ પાસેના પુલ ઉપર પુર ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડ ઉપર હંકારી લાવી સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા ફરિયાદીની ટ્રક નંબર  MH-14-EM- 9136 ને અથાડી દેતા ફરિયાદીની ટ્રકને કેબીન ના ભાગ સહિત ત્રણ ટાયરો અને આગળના કાચ સહિત ટ્રકની બોડીને નુકસાન કરી પોતે પોતાની ટ્રકની અંદર ફસાઈ જતા જમણા પગે ફેક્ચર કરી શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સાગબારા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


અત્રે ઉલ્લેખનીય છેકે આ નેશનલ હાઇવે બિસમાર બન્યો હોઈ તેમ છતાં મહારાષ્ટ્ર તરફથી આવતા વાહન ચાલકો બની દારૂના નશામાં બેફામ પોતાના વાહનો હંકારે છે અને અકસ્માત ને આમંત્રણ આપે છે જેમાં કઈ કેટલાય બેકશુર લોકો ભોગ બને છે અને કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે. આથી ઘનશેરા પોલીસ ચેકપોસ્ટ ખાતે આવા વાહનોને રોકી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है